Not Set/ દિવાળીના દિવસે ગુજરાતમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, અમદાવાદમાં 15.4, નલિયામાં 13 ડિગ્રી

અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના 13 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને સૌથી નીચું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં 13 ડિગ્રી નોંધાયું છે. જયારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો નીચે […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Others Trending
On the day of Diwali, there was a cold wave in Gujarat, 15.4 in Ahmedabad, 13 degrees Nallia

અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના 13 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને સૌથી નીચું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં 13 ડિગ્રી નોંધાયું છે.

જયારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે. જેમાં અમદાવાદમાં 15.4, કંડલામાં 14, ડિસામાં 14.2, વડોદરામાં 16.2, સુરેન્દ્રનગરમાં 17, મહુવામાં 18.1, રાજકોટમાં 18.3, ભુજમાં 18.4, ભાવનગરમાં 19.1 ડિગ્રી અને  દીવમાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવા પામ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો છે અને સરેરાશ તાપમાન આશરે 35થી 37 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધવા પામ્યું છે. ગઈકાલે મંગળવારે રાજકોટમાં 37, ભુજમાં 37.2, સુરેન્દ્રનગરમાં 34.3, નલિયામાં 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.

ગુજરાતમાં હજુ આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડીને વધુ નીચે સરકી જાય તેવી સંભાવના પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.