Gujarat/ લવ જેહાદ કાયદા પર સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને મોટો ફટકો, હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર

ગુજરાત સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ પહેલા હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે છોકરીને લાલચથી ફસાવી દેવામાં આવી છે, ત્યાં સુધી લવ જેહાદ એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી શકાય નહીં.

Top Stories Gujarat
SC

લવ જેહાદ એક્ટ પર રાહતની આશા રાખી રહેલી ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશની કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂકવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે તે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરી શકે નહીં. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ પહેલા હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે છોકરીને લાલચથી ફસાવી દેવામાં આવી છે, ત્યાં સુધી લવ જેહાદ એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી શકાય નહીં.

વાસ્તવમાં ગયા વર્ષે ઓગસ્ટમાં ગુજરાત હાઈકોર્ટે લવ જેહાદ વિરોધી કાયદાને લઈને મહત્વનો નિર્ણય આપ્યો હતો. હાઈકોર્ટે લવ જેહાદ એક્ટની કેટલીક કલમોના અમલ પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટે આ નિર્ણય જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર આપ્યો હતો. જમીયતે આ કાયદા પર પ્રતિબંધની માંગ કરી હતી. ગુજરાત સરકારે કથિત લવ જેહાદને રોકવા માટે 15 જૂન 2021ના રોજ ‘ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા (સુધારા) અધિનિયમ 2021’ લાગુ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે આ કાયદાની જોગવાઈઓ એવા લોકોને લાગુ પડી શકે નહીં જેમણે આંતર-ધાર્મિક લગ્નમાં બળજબરી અથવા છેતરપિંડીનો કોઈ પુરાવો દર્શાવ્યો નથી. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે છોકરીને લાલચમાં ફસાવવામાં આવી છે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવી જોઈએ નહીં.

કોર્ટે એ પણ ચુકાદો આપ્યો હતો કે મુક્ત સંમતિ અને પ્રલોભન અથવા છેતરપિંડી વિના પુખ્ત વયના લોકો વચ્ચે આંતર-ધાર્મિક લગ્નને “ગેરકાયદેસર ધર્માંતરણના હેતુથી લગ્ન” કહી શકાય નહીં. કોર્ટે 2021ના સુધારાને પડકારતી અરજીના જવાબમાં વચગાળાનો આદેશ પસાર કર્યો હતો.

વડોદરા / કમાટીબાગ ઝૂમાં 13 સાબરના મોત, તપાસની ઉઠી માંગ

ગુજરાત / વિધાનસભામાં કૉંગ્રેસના દંડક સહિત અનેક પદ ઉપર નિયુક્તિની જાહેરાત, જાણો કોને ફાળે આવ્યું પદ

Ukraine Crisis / યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા, પરિવારજનોએ સરકારને કરી રજૂઆત