Not Set/ ગુજરાત: સમુદ્ર માર્ગે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાની કમાન્ડો, કંડલા બંદરે સુરક્ષા વધારી

ગુજરાતમાં કંડલા બંદર પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર કચ્છ વિસ્તારમાં સમુદ્ર માર્ગ દ્વારા પાકિસ્તાની કમાન્ડો ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરી શકે છે. તેઓ અહીં કોમી એક્માંતા વિખવાદ કરાવી શકે છે. અથવા તો કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ પણ આપી શકે છે. પ્રાપ્ત સૂત્રો અનુસાર, પાકિસ્તાને તેના ગજનવી મિસાઈલનું પણ પરીક્ષણ […]

Top Stories India
pak 1 ગુજરાત: સમુદ્ર માર્ગે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાની કમાન્ડો, કંડલા બંદરે સુરક્ષા વધારી

ગુજરાતમાં કંડલા બંદર પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર કચ્છ વિસ્તારમાં સમુદ્ર માર્ગ દ્વારા પાકિસ્તાની કમાન્ડો ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરી શકે છે. તેઓ અહીં કોમી એક્માંતા વિખવાદ કરાવી શકે છે. અથવા તો કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ પણ આપી શકે છે.

પ્રાપ્ત સૂત્રો અનુસાર, પાકિસ્તાને તેના ગજનવી મિસાઈલનું પણ પરીક્ષણ કર્યું છે. પરંતુ પાકિસ્તાન ભૂલી જાય છે કે ભારત પાસે તેના કરતાં પણ વધુ શક્તિશાલી હથિયારો છે. આવા છ્મકલા કરીને પાકિસ્તાન ભારતને ડરાવવાની નાકામિયાબ કોશિશ કરી રહી છે.  ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370  નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન વારે વારે તેની નાપાક હરકતોમથી બાજ નથી આવી રહ્યું. કાશ્મીર મુદ્દે તેને વિશ્વના ઘણા દેશોને મધ્યસ્થતા માટે અપીલ પણ કરી હતી. પણ ચીન  સિવાય તેને કોઈનો સાથ મળ્યો નથી. તો જી -7 મીટ માં મોદી અને ટ્રમ્પ ની મુલાકાતથી પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડયું છે. અને વધુ રઘવાયું બન્યું છે.

મળતી માહિતી અનુસાર પાકિસ્તાન કોઈ પણ હદે જઇ શકે છે, પાકિસ્તાન ભારતના સીમાવર્તી રાજ્ય ગુજરાતમાં દરિયાઈ માર્ગે તેના કમાન્ડો ની ઘૂસણખોરી કરાવી અને ગુજરાત રાજ્યની શાંતિ દોહળવાનો પ્રયાસ કરી શકે છે. અથવા કોઈ પણ જગ્યાએ આંતકી ઘટનાઓને પણ અંજામ આપી શકે છે. સુરક્ષાના કારણો ને લઈને કચ્છના કંડલા બંદર પર સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે.  સાથે સાથે ભારતીય નૌકાદળ ને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.