Not Set/ ટ્રક ઉભી રાખી નીચે ઉતર્યો અને અચાનક ગાયબ થઇ ગયો, લોકચર્ચાનો વિષય બની આ ઘટના

પાલેજ, પાલેજ નજીક આવેલા હલદરવા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં ટ્રક ચાલકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. 39 વર્ષીય ઈલમપુરનો વતની મૃતક દશરથ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેમ તેના ભાઈ રાજુજીએ જણાવ્યું હતું. નોંધનિય છે કે, ૧૪ નવેમ્બરના રોજ હલદરવા ગામ પાસે રોડનું કાર્ય ચાલતું હોઇ ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો હતો. […]

Top Stories Gujarat Others
mantavya 77 ટ્રક ઉભી રાખી નીચે ઉતર્યો અને અચાનક ગાયબ થઇ ગયો, લોકચર્ચાનો વિષય બની આ ઘટના

પાલેજ,

પાલેજ નજીક આવેલા હલદરવા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં ટ્રક ચાલકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. 39 વર્ષીય ઈલમપુરનો વતની મૃતક દશરથ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેમ તેના ભાઈ રાજુજીએ જણાવ્યું હતું.

નોંધનિય છે કે, ૧૪ નવેમ્બરના રોજ હલદરવા ગામ પાસે રોડનું કાર્ય ચાલતું હોઇ ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો હતો. તે દરમિયના દશરથ ટ્રકમાંથી નીચે ઉતરી ગયો હતો અને બાદમાં ટ્રકના કંડકટરને ટ્રક હંકારવાનું કહેતા પિન્ટુ ઠાકોર નામના કંડકટરે ટ્રક હંકારવાનું ચાલુ કર્યુ હતું.

ટ્રકને સીધા પાલેજ કરજણ વચ્ચે આવેલી સિંદબાદ હોટલ પાસે ટ્રકને થોભાવી હતી. દશરથ ન દેખાતા પિન્ટુએ દશરથના પિતાને ફોનથી જાણ કરી હતી. તેના ભાઈએ પણ પિન્ટુ સાથે વાત કરતા તેણે દશરથ ગુમ હોવાની જાણ કરી હતી.

mantavya 78 ટ્રક ઉભી રાખી નીચે ઉતર્યો અને અચાનક ગાયબ થઇ ગયો, લોકચર્ચાનો વિષય બની આ ઘટના

ત્યારે દશરથનો ભાઇ રાજુજી ઠાકોર સહિત તેમના પરિવારના લોકો તેને શોધવા નીકળ્યા હતાં. પીન્ટુ ઠાકોરે બતાવેલ તમામ જગ્યાએ તેની તપાસ કરી હતી. mantavya 80 ટ્રક ઉભી રાખી નીચે ઉતર્યો અને અચાનક ગાયબ થઇ ગયો, લોકચર્ચાનો વિષય બની આ ઘટના

દશરથનો ભાઇ રાજુજી ઠાકોર, તેના કાકાનો દિકરો તથા રાજુજીના મિત્ર ઇલમપુર ગામથી દશરથની શોધખોળ માટે પિન્ટુ ઠાકોરે બતાવેલી જગ્યાની અાસપાસ શોધખોળ કરતા હલદરવા ગામ પાસે વડોદરા તરફ જવાના રોડ તરફ બનાવેલા બસ સ્ટેન્ડ પાછળ દશરથજીનો માથાના ભાગે ઇજા સાથેનો મૃતદેહ મળી અાવ્યો હતો.

mantavya 79 ટ્રક ઉભી રાખી નીચે ઉતર્યો અને અચાનક ગાયબ થઇ ગયો, લોકચર્ચાનો વિષય બની આ ઘટના

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ મથકમાં કરાતા પોલીસે ઘટના સ્થળ પર અાવી દશરથના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડ્યો છે.