Not Set/ હાલોલના હડબેટીયા ગામે ત્રણ માનવ કંકાલ મળી આવ્યા,સમગ્ર વિસ્તારમાં ચકચાર

પંચમહાલ, પંચમહાલના હાલોલના હડબેટીયા ગામે રસ્તાની બાજુમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે, માનવ કંકાલ પાસેથી ધારદાર હથિયાર પણ મળી આવ્યું હતું. ઘટના સ્થળે 2 માનવ ખોપરી સહિત આસપાસના વિસ્તારમાંથી માનવ અસ્થિ મળી આવ્યા હતા અને નજીકમાંથી મહિલાના કપડા તેમજ બાળકના કપડા અને ચંપલ મળી આવ્યા હતા. […]

Top Stories Gujarat Others
mantavya 224 હાલોલના હડબેટીયા ગામે ત્રણ માનવ કંકાલ મળી આવ્યા,સમગ્ર વિસ્તારમાં ચકચાર

પંચમહાલ,

પંચમહાલના હાલોલના હડબેટીયા ગામે રસ્તાની બાજુમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે, માનવ કંકાલ પાસેથી ધારદાર હથિયાર પણ મળી આવ્યું હતું.

mantavya 225 હાલોલના હડબેટીયા ગામે ત્રણ માનવ કંકાલ મળી આવ્યા,સમગ્ર વિસ્તારમાં ચકચાર

ઘટના સ્થળે 2 માનવ ખોપરી સહિત આસપાસના વિસ્તારમાંથી માનવ અસ્થિ મળી આવ્યા હતા અને નજીકમાંથી મહિલાના કપડા તેમજ બાળકના કપડા અને ચંપલ મળી આવ્યા હતા.

mantavya 226 હાલોલના હડબેટીયા ગામે ત્રણ માનવ કંકાલ મળી આવ્યા,સમગ્ર વિસ્તારમાં ચકચાર

આ માનવ કંકાલો જોતો કુલ 3 વ્યક્તિઓના કંકાલ હોવાની શક્યતા દેખાઈ રહી છે અને બે માસ પૂર્વે મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો પોલીસ સહિત એફએસએલની ટીમે ઘટનાની તપાસ હાથધરી છે.

mantavya 227 હાલોલના હડબેટીયા ગામે ત્રણ માનવ કંકાલ મળી આવ્યા,સમગ્ર વિસ્તારમાં ચકચાર

તપાસ ટીમે ઘટનાસ્થળની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે માનવ કંકાલ કોઈ એક વ્યક્તિના નથી પણ ત્રણ વ્યક્તિના હોઈ શકે છે. તપાસમાં બે માનવ ખોપરી અને આસપાસના વિસ્તારમાંથી અન્ય માનવ અસ્થિ મળી આવ્યા છે.

ઘટનાસ્થળેથી મહિલા અને બાળકનાં કપડાં અને ચંપલ પણ મળી આવ્યા છે. માનવ કંકાલ પાસેથી ધારદાર હથિયાર પણ મળી આવ્યું છે તેથી તપાસ ટીમો તે દિશા તરફ પણ શોધખોળ કરી રહી છે.