રોગચાળો/ અમરેલીના અરજનસુખ ગામે મચ્છર જન્ય રોગચાળાનો અજગરી ભરડો

ગામમાં સરકારી દવાખાનું ન હોવાના કારણે ગ્રામજનોએ સારવાર માટે પ્રાઇવેટ દવાખાનાઓમાં જવું પડે છે. તો બીજી તરફ ગામમાં સ્વચ્છતા ન હોવાને કારણે ગામમાં મચ્છરજન્ય રોગચાળો વકરી પડતા શરદી તાવ અને વાઇરસ સહિતના કેસોમાં વધારો થયો છે.

Gujarat Others
લાલજી 4 અમરેલીના અરજનસુખ ગામે મચ્છર જન્ય રોગચાળાનો અજગરી ભરડો

અમરેલી જિલ્લાના અરજનસુખ ગામમાં રોગચાળોએ ભરડો લીધો છે.  અહીં સ્થાનિક લોકોમાં તાવ, શરદી, ખાસી અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે.  ગામમાં સરકારી હોસ્પિટલ પણ ન હોવાથી લોકોએ મોટા ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે.

  • ગામમાં તાવ,શરદી,ખાસી અને ડેન્ગ્યુના કેસ વધ્યાં

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજનસુખ ગામમાં છેલ્લાં 10થી 15 દિવસથી મચ્છજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે. ગામમાં ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહયા છે. ગામમાં સરકારી દવાખાનું ન હોવાના કારણે ગ્રામજનોએ સારવાર માટે પ્રાઇવેટ દવાખાનાઓમાં જવું પડે છે. તો બીજી તરફ ગામમાં સ્વચ્છતા ન હોવાને કારણે ગામમાં મચ્છરજન્ય રોગચાળો વકરી પડતા શરદી તાવ અને વાઇરસ સહિતના કેસોમાં વધારો થયો છે.

ગામના લોકો હાથપગમાં દુખાવો થતો હોવનું જણાવી રહ્યા છે.  લોકોને ચાલવાની ઈચ્છા થતી નથી. અને મોટા ભાગના લોકોમાં નબળાઈ આવી જાય છે. તે ઉપરાંત લોકોને અચાનક જ ઠંડી લાગવા માંડે છે. અને તાવ પણ આવી જાય છે. તેમજ લોકોના હાથપગ દુખે છે.  અને સાંધા જકડાઈ જાય છે.

ગામના મોટા ભાગના લોકો તાવનો શિકાર થઈ ચુક્યા છે.  છેલ્લાં ત્રણ ચાર દિવસથી દસથી વધુ લોકોને તાવ આવી ગયો છે. જેના કારણે બિમાર લોકોને હોસ્પિટલમાં બાટલાઓ ચડાવવા પડ્યા છે.  છેલ્લા 10થી 15 દિવસથી તોરી PHC સેન્ટરમાં રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

અમરેલી જિલ્લાનું અરજનસુખ ગામ  છેવાડાનું ગામ છે.  અને ગ્રામજનો રોગચાળાના ભરડામાં પીસાઈ રહયા છે. સરકાર પાસે ગામને બીમારીઓથી બચાવવા મદદ માંગી રહયા છે. ત્યારે આ ગામની પીડા સરકારને કાને પહોંચશે કે નહીં એ હવે જોવાનું રહ્યું.

Pride / 47 દેશના કલાકારોમાંથી ગુજરાતમાં ભુજના કલાકારને મળશે એવોર્ડ

મંજૂરી / ફલાઇટમાં ફરી એકવાર આ સુવિધા શરૂ કરવામાં આવી જાણો વિગત..