Not Set/ ભાનુપ્રસાદની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા પૂર્ણ

પાટણ જીલ્લાની કલેકટર કચેરી બહાર ન્યાયની માંગણી ન સંતોષાતા આત્મવિલોપન કરનાર દલિત કાર્યકર ભાનુપ્રસાદ વણકરનું શનિવારે મોત નીપજ્યું હતું. ભાનુપ્રસાદ વણકરની અંતિમયાત્રા હાલ તેમના નિવાસ સ્થાને પહોંચી ગઇ છે. ભાનુપ્રસાદની અંતિમ યાત્રામાં દલિત સમાજનો લોકો અને અન્ય સમાજના લોક ઉમટી પડ્યા હતા અને ભાનુપ્રસાદને શ્રદ્ઘાંજલી આપી હતી. સાથે સાથે ભાનુપ્રસાદ અમર રહો અમર રહોના નારા પણ […]

Gujarat
bhanuu ભાનુપ્રસાદની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા પૂર્ણ

પાટણ જીલ્લાની કલેકટર કચેરી બહાર ન્યાયની માંગણી ન સંતોષાતા આત્મવિલોપન કરનાર દલિત કાર્યકર ભાનુપ્રસાદ વણકરનું શનિવારે મોત નીપજ્યું હતું. ભાનુપ્રસાદ વણકરની અંતિમયાત્રા હાલ તેમના નિવાસ સ્થાને પહોંચી ગઇ છે. ભાનુપ્રસાદની અંતિમ યાત્રામાં દલિત સમાજનો લોકો અને અન્ય સમાજના લોક ઉમટી પડ્યા હતા અને ભાનુપ્રસાદને શ્રદ્ઘાંજલી આપી હતી. સાથે સાથે ભાનુપ્રસાદ અમર રહો અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

bahnnu ભાનુપ્રસાદની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા પૂર્ણ

આ ઉપરાંત દલિત આગેવાન અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને દશાડા કોંગ્રેસના ધારાસભ્ય નૈશાદ સોલંકી પણ હાજર રહ્યા હતા અને ભાનુપ્રસાદને શ્રદ્ઘાંજલી અર્પી હતી. મહત્વનું છે કે ભાનુપ્રસાદની અંતિમયાત્રા સમયે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેને લઇને શાંતિપૂર્ણ માહોલમાં ભાનુપ્રસાદની અંતિમયાત્રા પૂર્ણ થઇ હતી.

bhanu ભાનુપ્રસાદની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા પૂર્ણ

ભાનુપ્રસાદ વણકર જમીન મુદ્દે લડત લડી રહ્યા હતા. પરંતું વહીવટી તંત્ર દ્વારા તેમની માંગ ન સંતોષાતા તેમને પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કર્યું હતું. જેન લઇને તેમનું 96 ટકા બોડી બળી ગયું હતું. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાથી તેમનું મોત નિપજ્યું હતું.