Not Set/ ગોધરાકાંડના મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા ગોધરાકાંડનો મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. યાકુબ અબ્દુલ ગની પાતળીયા ગોધરાકાંડમાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો હતો. ગોધરા પોલીસે તેને પકડી લીધો છે. મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયા સને 2002થી ટ્રેનકાંડના ગુનામાં વોન્ટેડ હતો. ગોધરા પોલીસે બાતમીના આધારે 16 વર્ષ […]

Gujarat
godhara ગોધરાકાંડના મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા ગોધરાકાંડનો મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. યાકુબ અબ્દુલ ગની પાતળીયા ગોધરાકાંડમાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો હતો. ગોધરા પોલીસે તેને પકડી લીધો છે.

મોસ્ટ વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયા સને 2002થી ટ્રેનકાંડના ગુનામાં વોન્ટેડ હતો. ગોધરા પોલીસે બાતમીના આધારે 16 વર્ષ બાદ નાસતા ફરતા ટ્રેનકાંડના વોન્ટેડ આરોપીને ગોધરામાંથી ઝડપી પાડયો છે. આપને જણાવી દઈએ કે, રામમંદિરથી પરત ફરી રહેલા 59 કારસેવકો જીવતા ભુંજાઈ ગયા હતા.

ગોધરા ટ્રેન હત્યાકાંડ કેસમાં યાકુબ નાસતોફરતો હતો. બી ડીવીજન પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી ગોહીલ અને તેમની ટીમે યાકુબને વહેલી સવારે ઝડપી લીધો હતો. ગોધરા ટ્રેન હત્યકાંડની ઘટના બાદ યાકુબ ફરાર થઈ ગયો હતો. તે અત્યાર સુધી ક્યાં છુપાયો હતો અને હત્યાકાંડમાં તેની સંડોવણી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પુછપરછ કરશે.