Not Set/ પાલિતાણાના બીજેપીના MLAના ATMમાંથી અજાણ્યો શખ્સ બે લાખ ઉપાડી ગયો

પાલિતાણા: પાલિતાણાના બીજેપીના ધારાસભ્યના બેંકના ATM માંથી કોઈ અજાણ્યો શખ્સ રૂપિયા બે લાખની રકમ કાઢી ગયો હતો. એટલું જ નહીં આ શખ્સ અમદાવાદના અન્ય એક ઇસમના ખાતામાંથી પણ રૂ. ૨૩ હજારની રકમ કાઢી ગયો હોવાની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. આ બંને ફરિયાદો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત […]

Ahmedabad Gujarat Others Trending Politics
Two lakhs went away from BJP's MLA's ATM

પાલિતાણા: પાલિતાણાના બીજેપીના ધારાસભ્યના બેંકના ATM માંથી કોઈ અજાણ્યો શખ્સ રૂપિયા બે લાખની રકમ કાઢી ગયો હતો. એટલું જ નહીં આ શખ્સ અમદાવાદના અન્ય એક ઇસમના ખાતામાંથી પણ રૂ. ૨૩ હજારની રકમ કાઢી ગયો હોવાની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. આ બંને ફરિયાદો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણાના બીજેપીના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પાલિતાણામાં તળેટી રોડ આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ની શાખામાં પોતાનું એકાઉન્ટ (ખાતુ) ધરાવે છે. કોઈ અજાણ્યો શખ્સ તેમના આ બેન્કના એટીએમનો પાસવર્ડ મેળવીને તેમાંથી બે લાખ રૂપિયા તેમજ અમદાવાદના એક ઈસમના ખાતામાંથી 23 હજાર રૂપિયા આ શાખાના એટીએમમાંથી ઉપાડીને કોઇ અજાણ્યા શખ્સો છેતરપિંડી કરી ગયા હોવાની પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.

ભાજપના પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા કે જેમનું તળેટી રોડ પર આવેલ એસબીઆઇની શાખામાં સેવિંગ્સ ખાતુ ધરાવે છે. તેમના આ ખાતાના એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી ગત તા.28/5 થી તા.1/6 સુધીમાં કોઇ અજાણ્યા શખ્સે રૂ.2,05,000 ઉપાડી લીધા હતા. આ અંગે તેમના પુત્ર અરુણભાઈને જાણ થઈ હતી. આથી આ મામલે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના પુત્ર અરુણભાઈ બારૈયાએ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે આવી જ રીતે તેમના અમદાવાદ ખાતે રહેતા એક સંબંધી રાજેશભાઇ જાદવભાઇ બારૈયાના આ જ બેન્કની શાખાના એટીએમમાંથી રૂ.23 હજાર ઉપાડી ગયા હતા. આથી તેમના દ્વારા પણ આ મામલે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.