Not Set/ ભાજપ-કોંગ્રેસમાં આંતરિક વિખવાદ થતાં ઉમેદવારો બદલવા પડ્યાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાં વિખવાદ સર્જાયો છે. જેના કારણે બન્ને પક્ષોને ઘણી જગ્યાએ ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. ભાજપને સુરેન્દ્રનગરની દસાડા બેઠક પર પોતાના ઉમેદવાર બદલવા પડ્યા છે. ભાજપે પહેલા આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ પુનમભાઇ મકવાણાના નામની જાહેરાત કરી […]

Top Stories
540524 election poll vote sudhir shetty1 ભાજપ-કોંગ્રેસમાં આંતરિક વિખવાદ થતાં ઉમેદવારો બદલવા પડ્યાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાં વિખવાદ સર્જાયો છે. જેના કારણે બન્ને પક્ષોને ઘણી જગ્યાએ ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. ભાજપને સુરેન્દ્રનગરની દસાડા બેઠક પર પોતાના ઉમેદવાર બદલવા પડ્યા છે.

ભાજપે પહેલા આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ પુનમભાઇ મકવાણાના નામની જાહેરાત કરી હતી પણ તેઓ ઉમેદવારી નોંધાવે તે પહેલા જ પક્ષમાં વિખવાદ સર્જાતા મોવડીમંડળને અહી ઉમેદવાર બદલવાની ફરજ પડી છે.

ભાજપે હવે દસાડા બેઠક પર નવા ઉમેદવાર તરીકે રમણલાલ વોરાના નામની જાહેરાત કરી છે. પક્ષના આ નિર્ણય પર પોતાનો પ્રતિભાવ આપતાં પુનમભાઈ મકવાણાએ જણાવ્યુ હતું કે તેઓને પક્ષનો નિર્ણય સિરોમાન્ય છે. તેઓ પક્ષના સનિષ્ઠ કાર્યકર છે અને પક્ષ તેમને જે પણ જવાબદારી આપશે તેને વફાદારીથી નિભાવવા તેઓ તૈયાર છે.