Not Set/ દુષ્કર્મ કેસમાં ભાનુશાલી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી BJP માં જ રહેશે: વાઘાણી

ગાંધીનગર: રાજ્યના બહુચર્ચિત એવા કોલેજિયન યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં BJP ના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેઓ પક્ષમાં જ રહેશે તેવું નિવેદન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી પરશોત્તમ ભાનુશાલીની સુરતની એક કોલેજિયન યુવતી સાથેની […]

Top Stories Ahmedabad Gujarat Surat Trending Politics
Ex. Vice President Jayanti Bhanushali will remain in bjp till proven guilty: Jitu Vaghani

ગાંધીનગર: રાજ્યના બહુચર્ચિત એવા કોલેજિયન યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં BJP ના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેઓ પક્ષમાં જ રહેશે તેવું નિવેદન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી પરશોત્તમ ભાનુશાલીની સુરતની એક કોલેજિયન યુવતી સાથેની અશ્લીલ  હરકતો વાળી કથિત વીડિયો સીડી સામે આવતા ફરી એકવાર ભાજપના નેતાઓના ચરિત્ર સામે સવાલો ઉભા થયાં છે.

આ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી જયંતી ભાનુશાળી દુષ્કર્મ અને કથિત અશ્લીલ હરકતો વાળી વિડિયો સીડીના કેસમાં દોષિત પુરવાર નહીં થાય ત્યાં સુધી તેઓ ભાજપમાં જ રહેશે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે, ફોજદારી ગુનો પણ લાગુ પડ્યો છે, હાલના સમયમાં આ સમગ્ર મામલો તપાસનો વિષય છે, આ સમગ્ર મામલે તપાસના અંતે જે કંઈ કરવું પડશે ત્યારે તેનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવશે. હાલમાં જયંતી ભાનુશાળીની ભાજપ પક્ષમાં કોઈ જ જવાબદારી નથી.

જો કે અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પ્રકરણ મીડિયામાં બહાર આવતાની સાથે જ ભાજપ દ્વારા જયંતી ભાનુશાળી પાસેથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. તેમજ તેને પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા.

શું હતી યુવતીની ફરિયાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સુરતમાં રહેતી અને ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતીને સુરત પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ આક્ષેપો કર્યા છે કે, ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છ જિલ્લાના અબડાસાના પૂર્વ એમએલએ જયંતી પરશોત્તમ ભાનુશાળીએ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપી હતી.

આ પછી એક વર્ષ અગાઉ આ કોલેજિયન યુવતીને તેની મહેન્દ્રા કંપનીની ગાડીમાં અમદાવાદથી ગાંધીનગર લઇ જતાં સમયે રસ્તામાં  હાઈવે પરના એક ખેતરમાં ગાડી ઉભી રાખીને યુવતી સાથે બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો. આ સમયે કોઈ આવી ન જાય તે માટે જયંતી ભાનુશાળીએ ગાડીની બહાર ડ્રાઈવર અને બંધુક સાથે એક માણસને બહાર ઉભા રાખ્યા હતા. તેમજ તેણે મોબાઈલમાં વિડિઓ પણ ઉતાર્યો હતો.

આ પછી જયંતી ભાનુશાળીએ આ વિડિઓ વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતીને અવાર-નવાર નગ્ન હાલતમાં વિડિઓ કોલિંગ કરવાની ફરજ પડાવી હતી. તેમજ જુદી જુદી જગ્યાએ બોલાવીને બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ પણ પીડિતાએ ફરિયાદમાં કર્યો હતો.