make in india/ ‘મેક ઇન ઈન્ડિયા’ ઝુંબેશને મોટું પ્રોત્સાહન, દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ 200 કરોડ યુનિટને પાર

મોદી સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને મોટી સફળતા મળી છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગનો આંકડો 200 કરોડ યુનિટને પાર કરી ગયો છે.

Trending Business
Untitled 130 2 'મેક ઇન ઈન્ડિયા' ઝુંબેશને મોટું પ્રોત્સાહન, દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ 200 કરોડ યુનિટને પાર

મોદી સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને મોટી સફળતા મળી છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગનો આંકડો 200 કરોડ યુનિટને પાર કરી ગયો છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, ‘મેક ઇન ઈન્ડિયા’ મોબાઈલ ફોન શિપમેન્ટ 2014-2022 દરમિયાન 2 અરબના આંકને વટાવી ગયો હતો, જેમાં 23 ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) નોંધાયો હતો. આ સાથે દેશ બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયો છે.

કાઉન્ટરપોઇન્ટના સંશોધન નિયામક તરુણ પાઠકે જણાવ્યું હતું કે, 2022માં, મોબાઇલ માર્કેટમાં 98 ટકાથી વધુ શિપમેન્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ હતા, જ્યારે વર્તમાન સરકારે સત્તા સંભાળી ત્યારે 2014માં માત્ર 19 ટકા હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે ભારતમાં સ્થાનિક મૂલ્યવર્ધન આઠ વર્ષ પહેલાંના નીચા સિંગલ ડિજિટની સરખામણીમાં હાલમાં સરેરાશ 15 ટકાથી વધુ છે. ઘણી કંપનીઓ દેશમાં મોબાઇલ ફોન તેમજ ઘટકોના ઉત્પાદન માટે એકમો સ્થાપી રહી છે, જેનાથી રોકાણમાં વધારો થાય છે, નોકરીઓનું સર્જન થાય છે અને એકંદર ઇકોસિસ્ટમનો વિકાસ થાય છે. હવે એપલ ભારતમાંથી પોતાના મોબાઈલ ફોનની નિકાસ કરવા જઈ રહી છે.

હવે સરકારનો ભાર ચિપ મેન્યુફેક્ચરિંગ પર છે

સરકાર હવે ભારતને ‘સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ’ બનાવવા માટે તેની વિવિધ યોજનાઓ પર ભાર આપી રહી છે. આ માટે સરકાર ઘણી રાહતો આપી રહી છે. તાજેતરના સમયમાં ઘણી વિદેશી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. આપને જણાવી દઈએ કે ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે, સરકારે તબક્કાવાર મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો અને સ્થાનિક ઉત્પાદન અને મૂલ્યવૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં સંપૂર્ણ બિલ્ટ યુનિટ્સ અને કેટલાક મુખ્ય ઘટકો પર આયાત ડ્યૂટીમાં વધારો કર્યો. સરકારે મોબાઇલ ફોન ઉત્પાદન સહિત 14 ક્ષેત્રો માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે. આ બધાને કારણે ભારતમાંથી નિકાસ વધી છે. આગળ જતાં સરકારનું ધ્યાન ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા પર છે. તેણે સેમિકન્ડક્ટર PLI સ્કીમની દરખાસ્ત કરી છે અને હવે તે $1.4 ટ્રિલિયનના સૂચિત રોકાણ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચોઃ દુર્ઘટના ટળી/સુરતના ઉધના વિસ્તારમાં ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી, સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી

આ પણ વાંચોઃ બાળ અધિકાર આયોગની લાલ આંખ/સુરતમાં ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી રિક્ષા-વાનને લાખોનો દંડ

આ પણ વાંચોઃ Duplicate Aadhar card/વડનગરમાંથી ડુપ્લીકેટ આધાર કાર્ડનું રેકેટ ઝડપાયું

આ પણ વાંચોઃ જુઓ વીડિયો/બગોદરા હાઇવે અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોની એક સાથે ઉઠી અર્થી, ગામમાં છવાયો હૈયાફાટ આક્રંદ

આ પણ વાંચોઃ family suicide/જૂનાગઢના વંથલીના સમગ્ર પરિવારની સામૂહિક આત્મહત્યા