Not Set/ ભાજપ કે કોંગ્રેસ શું કહે છે? મંતવ્ય ન્યુઝનો ફેસબુક પેઇજનો પોલ,વાંચો

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન સંપન્ન થઇ ચૂક્યું છે. ચુંટણીને લઇ અલગ-અલગ મીડિયાએ એકઝિટ પોલ કર્યા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝે પણ ફેસબુક પેઇઝ પર ઓનલાઇન એકઝિટ પોલ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાનું મતદાન કોને ફળશે. આ સવાલ પ્રથમ તબક્કાના મતદાનની જેમ જ ચર્ચાનો વિષય બન્યો હતો. બન્ને તબક્કામાં મતદારોએ કોને પસંદ કર્યા […]

Top Stories
mantvya facebook ભાજપ કે કોંગ્રેસ શું કહે છે? મંતવ્ય ન્યુઝનો ફેસબુક પેઇજનો પોલ,વાંચો

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન સંપન્ન થઇ ચૂક્યું છે.
ચુંટણીને લઇ અલગ-અલગ મીડિયાએ એકઝિટ પોલ કર્યા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝે
પણ ફેસબુક પેઇઝ પર ઓનલાઇન એકઝિટ પોલ કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાનું મતદાન કોને ફળશે. આ સવાલ પ્રથમ
તબક્કાના મતદાનની જેમ જ ચર્ચાનો વિષય બન્યો હતો. બન્ને તબક્કામાં મતદારોએ
કોને પસંદ કર્યા છે તેની હકીકત તો ૧૮ ડિસેમ્બરે જ સામે આવશે, પરંતુ
મતદારોનો ઝુકાવ કોના તરફ રહ્યો છે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝે ફેસબુક
પેઝ પર ઓનલાઇન એકઝિટ પોલ કર્યો હતો..

મંતવ્ય ન્યૂઝે કરેલો આ ઓનલાઇન એકઝિટ પોલ કુલ ૧૪ લાખ લોકો સુધી પહોંચ્યો
હતો. જયારે ૧ લાખ લોકોએ મંતવ્ય ન્યૂઝના આ એકઝિટ પોલને નિહાળ્યો હતો અને
૧૭ હજારથી વધું લોકો આ એકઝિટ પોલમાં કોમેન્ટ કરીને તેનો હિસ્સો બન્યા
હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા બન્ને તબક્કાના મતદાન દદરમિયાન ફેસબુક પેઝ પર લોકોનો
ઝુકાવ જાણવા માટે એક સવાલ કરાયો હતો. સવાલ હતો કે બીજા તબક્કાનું મતદાન
કોને ફળશે. જેમાં સૌથી વધુ લોકોએ કોંગ્રેસ પર પસંદગીની મોહર મારી હતી..

એકઝિટ પોલમાં ૭૪૦૦ લોકોએ કહ્યું હતું કે બીજા તબક્કાનું મતદાન કોંગ્રેસને
ફળશે. જયારે ૫૮૬૫ લોકોએ કહ્યું હતું કે બીજા તબક્કાનું મતદાન ભાજપને ફળશે
અને ૨૨૪ લોકોએ અન્ય પક્ષોને પોતાનો મત આપ્યો હતો. આમ એકઝિટ પોલમાં બીજા
તબક્કાના મતદાન બાદ કોંગ્રેસ ભાજપ કરતા ૧૫૩૫ મતોથી આગળ હોવાનું સામે
આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝે પ્રથમ તબક્કાના મતદાન બાદ પણ ફેસબુક પેઇઝ પર મતદારો પાસેથી
તેમનું વલણ જાણવા ઓનલાઇન એકઝિટ પોલ કર્યો હતો

જેમાં ૫૩૦૮ લોકોએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાનું મતદાન કોંગ્રેસને
ફળશે જ્યારે ૩૭૯૩ લોકોએ ભાજપને ફળશે એમ જણાવ્યું હતું. આ એકઝિટ પોલમાં
અન્ય પક્ષોને માત્ર ૧૧૦ મત મળ્યા હતા. આમ પ્રથમ તબક્કાના મતદાન બાદ
કોંગ્રેસ ભાજપ કરતા ૧૫૧૫ મત આગળ હોવાનું સામે આવ્યું હતું.

બન્ને તબક્કાના મતદાનના એકઝિટ પોલમાં બન્ને પક્ષોને મળેલી કુલ તરફેણની
વાત કરીએ તો કોંગ્રેસની તરફેણમાં ૧૨,૭૦૮ મત પડ્યા હતા. જ્યારે ભાજપની
તરફેણમાં કુલ ૯૬૫૮ મત પડ્યા હતા. આમ કોંગ્રેસ ભાજપ કરતા ૩૦૫૦ જેટલી લીડથી
આગળ હોવાનું એકઝિટ પોલમાં સામે આવ્યું છે.

એકઝિટ પોલને સાચુ માનીએ તો આ વખતે કોંગ્રેસના હાથમાં ગુજરાતની કમાન આવી શકે છે.

જા કે મંતવ્ય ન્યૂઝ એ વાતનો ખુલાસો કરે છે કે, આ એકઝિટ પોલમાં આવેલા તમામ
મતો કે, અભિપ્રાય મતદારોના જ હોય તેવુ જરુરી નથી. કારણ કે, સગીર વયના લોકો
પણ આમાં ભાગ લેતા હોય છે, જેથી આને માત્ર એક વલણ જાણવા માટેના પ્રયાસ
તરીકે જ દર્શકોએ લેવું.