Not Set/ નીતિનભાઇએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ : હાર્દિક પટેલ

અમદાવાદ, નારાજ નીતિન પટેલના રાજીનામાની અટકળોને લઇને ગુજરાત ભાજપમાં પોલિટીકલ ડ્રામા ચાલી રહ્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પોતાની સાથે જોડાવવા આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી તેમના પીઢ નેતાને માન આપતી નથી અને આવા સંજોગોમાં […]

Top Stories
nitin hardik patel નીતિનભાઇએ કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ : હાર્દિક પટેલ

અમદાવાદ,

નારાજ નીતિન પટેલના રાજીનામાની અટકળોને લઇને ગુજરાત ભાજપમાં પોલિટીકલ ડ્રામા ચાલી રહ્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પોતાની સાથે જોડાવવા આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી તેમના પીઢ નેતાને માન આપતી નથી અને આવા સંજોગોમાં દરેકે તેમની (નીતિનભાઇ) સાથે ઉભા રહેવું જોઇએ.

હાર્દિકે નીતિન પટેલને કોંગ્રેસમાં જોડાવવા પણ આમંત્રણ આપ્યું હતું.

નીતિન પટેલને ભાજપે ભલે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા પરંતું તેમની પાસેથી નાણાં, શહેરી વિકાસ અને પેટ્રોલિયમ જેવા અગત્યના ખાતા છીનવી લીધાં છે, આનાથી નારાજ થયેલાં નીતિન પટેલ સરકારી કામકાજથી દુર થઇ ગયા છે અને પોતાની સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો ભાજપ માન સન્માન ના આપે તો નીતિન પટેલે અમારી સાથે જોડાઇ જવું જોઇએ. જો તેમણે ભાજપ છોડી દીધું હોય તો અમે તેમને ટેકો આપવા તૈયાર છીએ. હું કોંગ્રેસને કહીશ કે, નીતિન પટેલને આવકારે અને તેમને યોગ્ય પોસ્ટ આપે.