Not Set/ LIVE : વિજય રૂપાણીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સતત છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ મંગળવારે ગાંધીનગરના  સચિવાલય ગ્રાઉન્ડ ખાતે રૂપાની સરકારની શપથવિધિ શરુ થઇ ગઈ છે. ત્યારે વિજય રુપાણીએ રાજ્યના ૧૬ મા મુખ્યમંત્રી તરીકે ગોપનિયતાના શપથ લીધા હતા સાથે સાથે નીતિન પટેલે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ વિજય રૂપાણી અને નીતિન પટેલને શપથ લેવડાવ્યા હતા. […]

Top Stories
LIVE : વિજય રૂપાણીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સતત છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ મંગળવારે ગાંધીનગરના  સચિવાલય ગ્રાઉન્ડ ખાતે રૂપાની સરકારની શપથવિધિ શરુ થઇ ગઈ છે. ત્યારે વિજય રુપાણીએ રાજ્યના ૧૬ મા મુખ્યમંત્રી તરીકે ગોપનિયતાના શપથ લીધા હતા સાથે સાથે નીતિન પટેલે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ વિજય રૂપાણી અને નીતિન પટેલને શપથ લેવડાવ્યા હતા.

આ શપથવિધિ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, NDA ગઠબંધનના ૧૮ મુખ્યમંત્રી, પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ, કોંગ્રેસના પૂર્વ વરિષ્ટ નેતા શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્તિથ રહ્યા હતા. સાથે સાથે સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ સહિત ૪૦૦૦ આમંત્રિત મહેમાનો ઉપસ્તિથ રહ્યા હતા.