Not Set/ પોરબંદર:ધારાસભ્ય બાબુ બોખીરિયાનો ખારવા સમાજ દ્વારા ઉગ્ર વિરોધ

પોરબંદર, લોકસભા ચૂંટણી લઇને દિન પ્રતિદીન ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે પરંતુ સાથોસાથ ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇને કોઇ વાદ-વિવાદ પણ સામે આવી રહ્યા છે ત્યારે આજે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાની સભાનો ખારવા સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સમાજના લેટર પેડ પર ખારવા સમાજે બાબુ બોખીરિયા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર […]

Gujarat Others
Babu Bokhiriya પોરબંદર:ધારાસભ્ય બાબુ બોખીરિયાનો ખારવા સમાજ દ્વારા ઉગ્ર વિરોધ

પોરબંદર,

લોકસભા ચૂંટણી લઇને દિન પ્રતિદીન ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે પરંતુ સાથોસાથ ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇને કોઇ વાદ-વિવાદ પણ સામે આવી રહ્યા છે ત્યારે આજે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાની સભાનો ખારવા સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સમાજના લેટર પેડ પર ખારવા સમાજે બાબુ બોખીરિયા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

1 પોરબંદર:ધારાસભ્ય બાબુ બોખીરિયાનો ખારવા સમાજ દ્વારા ઉગ્ર વિરોધ
બાબુ બોખીરિયાનો ખારવા સમાજ દ્વારા લેટરપેડમાં લેખિતથી કરાયો વિરોધ

પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સભા પૂર્વે ખારવા સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ખારવા સમાજની રેલી રદ થતા વિરોધ જોવા મળી રહ્યો છે. બાબુ બોખીરિયાએ જાણી જોઈને ખારવા સમાજની રેલી રદ્દ કરી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં ખારવા સમાજે પોતાના લેટર પેડ પર સીએમની સભામાં ન જવા માટે સમાજના લોકોને ચીમકી આપી હતી. તેની સાથોસાથ સભામાં જનારા સામે આકરા પગલા લેવામાં આવશે તેવો ઉલ્લેખ પણ લેટર પેડમાં કર્યો હતો.