Not Set/ સરકારમાં તાકાત હોય, તો રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે : અલ્પેશ ઠાકોરની ચીમકી

રાધનપુરની વિધાનસભા બેઠક હેઠળ આવતા રાધનપુર, વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો છે. ત્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે, એવી માંગ સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે એક દિવસના ઉપવાસ પર બેઠા છે. અલ્પેશ ઠાકોરે સભાને સંબોધતા જણાવ્યું કે, રાધનપુરની આજુબાજુમાં આવેલા વિસ્તારો જેવા કે, કચ્છ, સુઈગામ, વાવ, ચાણસ્મા અને કાંકરેજને અછતગ્રસ્ત […]

Top Stories Gujarat Others
alpesh thakore સરકારમાં તાકાત હોય, તો રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે : અલ્પેશ ઠાકોરની ચીમકી

રાધનપુરની વિધાનસભા બેઠક હેઠળ આવતા રાધનપુર, વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો છે. ત્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે, એવી માંગ સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે એક દિવસના ઉપવાસ પર બેઠા છે.

PTN Alpesh e1538640608222 સરકારમાં તાકાત હોય, તો રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે : અલ્પેશ ઠાકોરની ચીમકી

અલ્પેશ ઠાકોરે સભાને સંબોધતા જણાવ્યું કે, રાધનપુરની આજુબાજુમાં આવેલા વિસ્તારો જેવા કે, કચ્છ, સુઈગામ, વાવ, ચાણસ્મા અને કાંકરેજને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ સરકારે ભેદભાવ રાખીને રાધનપુરની અછતગ્રસ્ત જાહેર નથી કર્યું.

PTN Alpesh 2 e1538640739894 સરકારમાં તાકાત હોય, તો રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે : અલ્પેશ ઠાકોરની ચીમકી

અલ્પેશ ઠાકોરે સરકારને ચીમકી આપતા જણાવ્યું કે, જો તમારામાં થોડી પણ માનવતા બચી હોય, તો રાધનપુરને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરો. નહી તો અમે ટ્રેક્ટર ભરીને અને ઢોર ઢાંખર લઈને ગાંધીનગર પહોંચી જઈશું. જો સરકારમાં તાકાત હોય, તો રાધનપુરમાં સરકારી કાર્યક્રમ કરી બતાવે.