Not Set/ રાજકોટમાં પાણીની વિકટ સમસ્યા, રોજ ૩.70 લિટર પાણીનો બગાડ, 3680 ફરિયાદ આવી સામે

રાજકોટ, રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂ થતા જ પાણી પાણીની પોકાર પડી રહી છે. મહાનગરપાલિકામાં નગરજનોએ પાણી સમસ્યા મુદ્દે અનેક ફરિયાદો કરી છે. રોજિંદુ 27 કરોડ લિટર પાણીનું વિતરણ મહાનગરપાલિકા કરી રહ્યું છે. આમ્ છતાં પાણી વિતરણમાં ખામી હોવાના કારણે દૈનિક 3.70 કરોડ લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. મહાનગરપાલિકા એક વર્ષ દરમિયાન 117 કરોડ રૂપિયા […]

Top Stories
vijay રાજકોટમાં પાણીની વિકટ સમસ્યા, રોજ ૩.70 લિટર પાણીનો બગાડ, 3680 ફરિયાદ આવી સામે

રાજકોટ,

રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂ થતા જ પાણી પાણીની પોકાર પડી રહી છે. મહાનગરપાલિકામાં નગરજનોએ પાણી સમસ્યા મુદ્દે અનેક ફરિયાદો કરી છે. રોજિંદુ 27 કરોડ લિટર પાણીનું વિતરણ મહાનગરપાલિકા કરી રહ્યું છે.

આમ્ છતાં પાણી વિતરણમાં ખામી હોવાના કારણે દૈનિક 3.70 કરોડ લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. મહાનગરપાલિકા એક વર્ષ દરમિયાન 117 કરોડ રૂપિયા પાણી વિતરણ માટે ખર્ચ કરી રહ્યું છે.

પરંતુ યોગ્ય વિતરણ વ્યવસ્થા નહીં હોવાના કારણે કિંમતી પાણીનો બગાડ થઇ રહ્યો છે. પાણીને લગતી મહાનગરપાલિકાની પાઇપ લાઇન લીકેજની વર્ષે 3680 ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી નહીં મળ્યાની 3750 ફરિયાદ મળી હતી.

રોજિંદુ 27 કરોડ લિટર પાણીનું વિતરણ મહાનગરપાલિકા કરી રહ્યું છે. જેમાંથી ૩.70 કરોડ લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. તપાસ કરતી વખતે 599 ડાઈરેક્ટ પમ્પિંગ અને ઇલેક્ટ્રિક મોટર મૂકેલી મળી હતી. તેમજ ગેરકાયદેસર રીતે લીધેલા પાણીના 173 કનેક્શનમળી આવ્યાં છે અને તેને કાપી પણ નાખવામાં આવ્યા હતા.