Not Set/ રાજકોટ: મહિલાને પજવતા યુવકનું જાહેરમાં કર્યુ અર્ધમુંડન

રાજકોટ, રાજકોટના ગોંડલના મેતાખંભાળીયા ગામમા મહિલાને પજવતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. સજારૂપે ગ્રામજનોએ યુવકનું જાહેરમાં અર્ધમુંડન કર્યુ હતુ. ગ્રામજનોએ યુવકને સબક શીખવતો વિડીયો પણ સોશીયલ મીડીયા પર વાયરલ કર્યો હતો. આ વીડીયોમા યુવક ગ્રામજનોની માફી માંગતો હોય તેવા દ્રશ્યો દેખાઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલના મેતાખંભાળીયા ગામનો એક વીડિયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ […]

Top Stories Gujarat Others
mantavya 253 રાજકોટ: મહિલાને પજવતા યુવકનું જાહેરમાં કર્યુ અર્ધમુંડન

રાજકોટ,

રાજકોટના ગોંડલના મેતાખંભાળીયા ગામમા મહિલાને પજવતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. સજારૂપે ગ્રામજનોએ યુવકનું જાહેરમાં અર્ધમુંડન કર્યુ હતુ.

mantavya 254 રાજકોટ: મહિલાને પજવતા યુવકનું જાહેરમાં કર્યુ અર્ધમુંડન

ગ્રામજનોએ યુવકને સબક શીખવતો વિડીયો પણ સોશીયલ મીડીયા પર વાયરલ કર્યો હતો. આ વીડીયોમા યુવક ગ્રામજનોની માફી માંગતો હોય તેવા દ્રશ્યો દેખાઇ રહ્યા છે.

mantavya 255 રાજકોટ: મહિલાને પજવતા યુવકનું જાહેરમાં કર્યુ અર્ધમુંડન

મળતી માહિતી પ્રમાણે ગોંડલના મેતાખંભાળીયા ગામનો એક વીડિયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે. જે વીડિયોમા એક યુવકનુ અર્ધ મુંડન કરવામા આવી રહેલુ જોવા મળી રહ્યુ છે. તો સાથે જ ગ્રામજનો તેનો વીડિયો પણ ઉતારી રહેલા જોવા મળી રહ્યા છે.

mantavya 256 રાજકોટ: મહિલાને પજવતા યુવકનું જાહેરમાં કર્યુ અર્ધમુંડન

વિશ્વસનિય સુત્રોના જણાવ્યા અનુસાર વીડિયોમા દેખાઈ રહેલા યુવકે ગામની એક યુવતીને ફોન કરી પજવણી કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. જેના લિધે યુવકને સબક શિખવાડવા ગ્રામજનોએ તેનુ અર્ધ મુંડન કરી તેની પાસે માફી મંગાવી હતી.