Not Set/ રાજકોટ લવજેહાદ મામલો : ઘર્મ છુપાવીને યુવતીને ફસાવી પ્રેમજાળમાં, જાણો પછી શું થયું

રાજકોટ, વડોદરા બાદ હવે રાજકોટમાં કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. જ્યાં યુવકે યુવતીને ધર્મ છૂપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. પાછળથી યુવતીને ઘર્મ વિશે ખબર પડતા બધા જ સંબંધો તોડી નાંખ્યા હતા અને થોડા સમય બાદ બીજા યુવક સાથે સગાઈ કરી  લીધી હતી. જો કે, યુવકે તેના મંગેતરને ઘમકીઓ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી અને […]

Top Stories Rajkot Gujarat
aaaaamahiaaaa 18 રાજકોટ લવજેહાદ મામલો : ઘર્મ છુપાવીને યુવતીને ફસાવી પ્રેમજાળમાં, જાણો પછી શું થયું

રાજકોટ,

વડોદરા બાદ હવે રાજકોટમાં કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. જ્યાં યુવકે યુવતીને ધર્મ છૂપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. પાછળથી યુવતીને ઘર્મ વિશે ખબર પડતા બધા જ સંબંધો તોડી નાંખ્યા હતા અને થોડા સમય બાદ બીજા યુવક સાથે સગાઈ કરી  લીધી હતી. જો કે, યુવકે તેના મંગેતરને ઘમકીઓ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી અને સોમવારે પોતાના ઘરે આત્મ હત્યા કરી લીધી હતી. યુવતીએ આત્મહત્યા કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી હતી. જેમાં યુવતીએ પોતાની સંપૂર્ણ આપવીતી લખી છે.

આત્મહત્યા કરનારી હિંદુ યુવતીના પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે જમિલ સોલંકી અને તેની માતાની ધરપકડ કરી છે.મૃતક યુવતીના પિતાનો આરોપ છે કે પોતે હિંદુ હોવાનું કહી જમિલ સોલંકી નામના યુવાને તેમની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી.જ્યારે જમિલની હકીકત યુવતીને ખબર પડી તો તેણે તેની સાથેના તમામ સંબંધો તોડી પરિવારની સંમતિથી પોતાની જ જ્ઞાતિના યુવક સાથે સગાઈ કરી હતી.

આમ છતાં યુવકે તેનો પીછો ન છોડતા તેને ધમકી આપી વારંવાર બળાત્કાર કર્યો હતો.આખરે હિંમત હારી ચૂકેલી યુવતીએ આત્મહત્યા કરી લીશી હતી. પોતાની સ્યુનાઈડ નોટમાં યુવતીએ જમિલ ઉપરાંત તેની માતા, તેના એક મિત્ર અને એક વકીલને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.

આ સ્યુસાઈડ નોટ અને યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે મા-દિકરાની ધરપકડ કરી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જમિલના ધર્મથી અજાણ યુવતી તેની સાથે ત્રણ મહિના પહેલા ઘરેથી ભાગી ગઈ હતી.પણ હકીકત જાણ્યા બાદ તે ઘરે પરત આવી હતી.

જમિલ વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીત પોલીસને પ્રાપ્ત થઈ છે.આ વાતચીતથી સ્પષ્ટ થાય છે કે પોતાને હેરાન ન કરવા માટે યુવતીએ જમિલને ઘણી વિનંતી કરી પણ જમિલે તેની એકેય વાત ન માની.એવું પણ સામે આવ્યું છે કે જમિલ પાસે યુવતીની અનેક તસવીરો હતી.આ તસવીરો વાયરલ કરવાની ધમકી જમિલ આપતો હતો.જમિલ જ નહીં, તેની માતા પણ પુત્ર સાથે મળી યુવતીને ધમકી આપતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.