Not Set/ રાજકોટ: પરણિત યુવતીએ કર્યો ગેંગરેપની ઘટનાનો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ રંગીલા રાજકોટમાં એક પરિણીત યુવતી સાથે થયેલી ગેંગરેપની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જો કે આ ખુલાસો પરિણીતી યુવતીએ જ કર્યો છે. ખુલાસામાં યુવતીએ જણાવ્યું છે કે તેની સાથે કોઇ ગેગરેપ થયો નથી. તેમજ તેની સાથે કોઇએ મારાપીટ કરી નથી. પરંતુ ચોંકાવનારો વાત કરતાં યુવતીએ કહ્યું હતું કે મારા પતિએ જ મારી સાથે મારામારી […]

Top Stories
rajkot... રાજકોટ: પરણિત યુવતીએ કર્યો ગેંગરેપની ઘટનાનો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ

રંગીલા રાજકોટમાં એક પરિણીત યુવતી સાથે થયેલી ગેંગરેપની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જો કે આ ખુલાસો પરિણીતી યુવતીએ જ કર્યો છે. ખુલાસામાં યુવતીએ જણાવ્યું છે કે તેની સાથે કોઇ ગેગરેપ થયો નથી. તેમજ તેની સાથે કોઇએ મારાપીટ કરી નથી.

પરંતુ ચોંકાવનારો વાત કરતાં યુવતીએ કહ્યું હતું કે મારા પતિએ જ મારી સાથે મારામારી કરી હતી અને ધાક-ધમકી આપીને બળજબરી પૂર્વક ગેંગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવડાવી હતી. સાથે જ યુવતીએ જણાવ્યું હતું કે મારો પતિ મને માનિસક ત્રાસ આપીને હેરાન-પરેશાન કરે છે. ત્યારે હવે પોલીસે તેના પતિ વિરુદ્ઘ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રહેતા એક યુવકે તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હતી. આ પરિણીતા તેના પતિના મિત્રો સાથે વાતચીત કરતી હતી, જે તેના પતિને ગમતું ન હતુ.

જેથી તેના પતિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ખુદ તેની પત્નીને છરી મારી હતી અને તેના દોસ્તને ફસાવવા માટે કાવતરૂ ઘડીને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યુ હતું. આ પરિણીતા યુવતીને છરી વાગતા તે બેભાન થઇ ગઇ હતી.

ત્યારબાદ આ યુવક તેની પત્નીને લઇને હોસ્પિટલ પહોંચ્યો હતો અને હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં પોતાની પત્ની સામે ગેંગરેપ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસે તપાસ હાથ ધરી હતી.

બેભાન હાલતમાં પતિના બીકથી આ યુવતીએ મિડીયા અને પોલીસ સમક્ષ ખોટુ નિવદેન આપ્યું હતું. પરંતુ સારવાર યુવતીને જેવું ભાન આવ્યું ત્યારે ફરી એક વખત આ યુવતીએ નિવેદન આપીને આ સમગ્ર ઘટનાને ખુલાસો કર્યો હતો.