Not Set/ કાર સાથે જ જીવતો સળગાવાયેલા દલિત યુવાનનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

રાજકોટ વેરાવળમાં એક દલિત યુવકને તેની કાર સાથે જ જીવતો સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. વેરાવળ-સોમનાથ રોડ પર આ ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું મોત થયું છે. વેરાવળના સોમનાથ રોડ પર 23 ફેબ્રુઆરીના દિવસે ભરત ઉકાભાઇ ગોહિલ નામનો યુવક કારમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાર વ્યક્તિઓએ […]

Top Stories
rajkot કાર સાથે જ જીવતો સળગાવાયેલા દલિત યુવાનનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

રાજકોટ

વેરાવળમાં એક દલિત યુવકને તેની કાર સાથે જ જીવતો સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. વેરાવળ-સોમનાથ રોડ પર આ ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું મોત થયું છે.

વેરાવળના સોમનાથ રોડ પર 23 ફેબ્રુઆરીના દિવસે ભરત ઉકાભાઇ ગોહિલ નામનો યુવક કારમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાર વ્યક્તિઓએ તેની કાર અટકાવી પેટ્રોલ છાંટીને સળગાવી હતી. કાર સળગતા ભરતે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પંરતું તેની પાછળ પડેલી વ્યક્તિઓએ તેની પર પણ પેટ્રોલ ભરેલી બોટલ ફેંકીને આગ ચાંપી હતી.આગ લાગતા ભરત સળગવા લાગ્યો હતો.

જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને વેરાવળમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ગુરૂવારે બપોરે સારવાર દરમિયાન ભરતનું મોત થઇ ગયું હતું. વેરાવળની પોલિસે ભરત સળગાવવા અંગે દેવાયત જોટવા અને અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.

ભરતના મોત પછી સાત દિવસ પછી પણ તેને સળગાવનારાઓની ધરપકડ નહીં થતાં તેના પરિવારજનોમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. પરિવારજનોએ ભરતનો મૃતદેહનો સ્વીકાર નહીં કરીને પોલિસ તંત્ર પર આરોપોનો મારો ચલાવ્યો હતો.

વેરાવળ પાસેના આંબલિયાળા ગામમાં રહેતા ભરત ગોહિલના મોત પછી તેના ગામમાં પણ આક્રોશનું વાતાવરણ જોવા મળે છે.