Not Set/ રથયાત્રાના રૂટ પર ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવાઇ, હજારો સુરક્ષાકર્મીઓએ કર્યું ગ્રાન્ડ રીહર્સલ

અમદાવાદ, અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં યોજાનારી 142 મી ઈતિહાસીક રથયાત્રા ની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના બે દિવસ પૂર્વે ગ્રાન્ડ રીહર્સલ રાખવામાં આવ્યું. રથયાત્રાના રૂટ પર યોજવામાં આવેલ આ ગ્રાન્ડ રિહર્સલ આજે વહેલી સવારે સાત વાગ્યે જગન્નાથજી ભગવાનના મંદિરથી શરૂ થઈને રથયાત્રાના રૂટ પર કરવામાં […]

Ahmedabad Top Stories Gujarat
aae રથયાત્રાના રૂટ પર ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવાઇ, હજારો સુરક્ષાકર્મીઓએ કર્યું ગ્રાન્ડ રીહર્સલ

અમદાવાદ,

અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં યોજાનારી 142 મી ઈતિહાસીક રથયાત્રા ની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના બે દિવસ પૂર્વે ગ્રાન્ડ રીહર્સલ રાખવામાં આવ્યું.

રથયાત્રાના રૂટ પર યોજવામાં આવેલ આ ગ્રાન્ડ રિહર્સલ આજે વહેલી સવારે સાત વાગ્યે જગન્નાથજી ભગવાનના મંદિરથી શરૂ થઈને રથયાત્રાના રૂટ પર કરવામાં આવ્યું. ઐતિહાસિક રથયાત્રાના ગ્રાન્ડ રિહર્સલમાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત અર્ધલશ્કરી દળ, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ તથા બોડર બેંક સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને તેમનો કાફલો જોડાયો હતો. કુલ 25 હજારથી વધારે સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં અમદાવાદની ઐતિહાસિક 142 મી રથયાત્રા નું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

Rath Yatra Route security system pre-rehearsal CP and police officials joined in Ahmedabad

રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા સમગ્ર દેશમાંથી લાખો લોકો જોડાતા હોવાથી સીસીટીવી કેમેરા ડ્રોન સહિત અનેક ઉપકરણોનો સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યારે 142 મી ઈતિહાસીક રથયાત્રા સમગ્ર નગરજનો માટે મંગલમય સાબિત થાય અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તમામ નગરજનોને શુભકામના પાઠવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.