હળતાળ/ આજથી 3 દિવસ સુધી રાજ્યભરમાં ડાયાલિસિસ બંધ

આગામી ત્રણ દિવસ એટલે કે, 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં PMJAY અંતર્ગત ડાયાલિસિસ નહીં કરવામાં આવે. PMJAY હેઠળના ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘટાડો કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 125 આજથી 3 દિવસ સુધી રાજ્યભરમાં ડાયાલિસિસ બંધ
  • રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ ત્રણ દિવસની હડતાળ પાડશે
  • રાજ્યમાં PM JAY હેઠળ ચાલતા ડાયાલિસિસ બંધ રહેશે
  • 16 ઓગષ્ટ સુધી ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ બંધ
  • ડાયાલિસિસનો દર 2000 થી 1650 કરવામાં આવતા બંધ

ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ નેફ્રોલોજીસ્ટ હડતાળ પર છે. આગામી ત્રણ દિવસ એટલે કે, 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં PMJAY અંતર્ગત ડાયાલિસિસ નહીં કરવામાં આવે. PMJAY હેઠળના ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘટાડો કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેફ્રોલોજી એસોસિએશને રાજ્યમાં સારવાર બંધ રાખવાની જાહેરાત કરી છે. ડાયાલિસિસની રકમ 2 હજારથી ઘટાડી 1 હજાર 650 કરાતા વિરોધ કરાઈ રહ્યો છે. જેને લઈ ડાયાલિસિસના દર્દીઓએ 3 દિવસ સરકારી સેન્ટરોમાં સારવાર લેવી પડશે અને હાલાકી ભોગવવી પડશે.

PMJAY હેઠળ સારવાર માટે નેફ્રો વિભાગને અન્યાયની રાવ છે. 8 વર્ષથી ડાયાલિસિસની સારવાર માટે ખર્ચમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ડાયાલિસિસનો દર 17 ટકા ઘટાડીને રૂ. 2000થી 1650 કરાયો છે. તેમજ અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં દર ઓછા છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં રૂપિયા 2100 અપાય છે. તેમજ PMJAY માટે NHA ગાઇડલાઈનમાં રૂ.2200 ચાર્જની જોગવાઈ છે.

ગુજરાત માં મોટા ભાગના ડાયાલિસિસ ના દર્દીઓ PMAJY યોજના અંતર્ગત જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટર માં ડાયાલિસિસની સાથે-સાથે દવાઓ અને ઇન્જેકશનો, લેબોરેટરીના રીપોર્ટસ, સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવાની સુવિધા, આવા જવા ના રુ.300 અને કિડનીના નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે. જે રીતે મોંઘવારી અને તબીબી સારવારનો ખર્ચ દેશ અને દુનિયામાં વધી રહ્યો છે, તેને જોતા છેલ્લા આઠ વર્ષથી સરકાર દ્વારા કોઇ વધારો કરાયો ન હતો, જેના માટે ઘણા સમયથી અમે ભાવ વધારા માટે રજૂઆતો અને આજીજી કરતા આવ્યા હતા. તાજેતરમાં PMAJY દ્વારા બાઇપાસ સર્જરી અને ઘુંટણના સાંધા બદલવા જેવી સર્જરીમાં તોતીંગ રુ. 10,000 થી રુ. 60,000 સુધીનો વધારો મંજુર કરાયો જયારે આશ્ચર્ય વચ્ચે ડાયાલિસિસની જીવન રક્ષક સારવારનો ખર્ચ વધારવાને બદલે ઘટાડવામાં આવ્યો!!!

દેશમાં PMAJY યોજના ખર્ચમાં ગુજરાત અને અન્ય રાજયોમાં અસામનતા વિસંગતતા જોવા મળે છે.બે વર્ષ પહેલા સરકારએ એવો નિયમ દાખલ કર્યો કે ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા. જેનો ખર્ચ આશરે રુ. 400 જેટલો પ્રાઇવેટ હોસ્પિટલોને વધારે થવા લાગ્યો, જેના માટે પણ ઘણી રજૂઆતો કરી પણ તે બહેરા કાને અથડાઇ પરત આવી. અન્ય રાજયો અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્ડિયાની ડાયાલિસિસ ગાઇડલાઇન પણ આ ફિલ્ટર રી-યુઝ કરવાની સલાહ આપે છે. ગુજરાત સિવાય અન્ય બધી જગ્યાએ આ ફિલ્ટર ફરી વાપરવામાં આવે છે.

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું કરાયું દાન

આ પણ વાંચો:સુરતના વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીની તિરંગા યાત્રા

આ પણ વાંચો:અમદાવાદમાં અમિત શાહની તિરંગા યાત્રા, HMએ ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોને યાદ કર્યા

આ પણ વાંચો:અમિત શાહે BSF જવાનોને કહ્યું, ‘તમે દેશની રક્ષા કરો છો, મોદી સરકાર…’