Not Set/ આર્ટિકલ 370 પર સુપ્રિમ નિર્ણય, ઓક્ટોબરમાં પાંચ સભ્યોવાળી બંધારણીય બેંચ કરશે સુનાવણી

સુપ્રિમ કોર્ટે જમ્મુ-કાશ્મીર અને આર્ટિકલ 370 અંગે સુપ્રિમ ચુકાદો આપ્યો છે. હવે પાંચ સભ્યોની બંધારણની બેંચ ઓક્ટોબરમાં આ મામલે સુનાવણી કરશે. સુપ્રિમ કોર્ટે કેન્દ્રની દલીલ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો કે જેમા ઇન્ટરલોક્યુટરની નિમણૂક માંગવામાં આવી હતી. કાશ્મીર ટાઇમ્સનાં કાર્યકારી સંપાદક અનુરાધા ભસીનની માંગ પર કેન્દ્રને નોટિસ પાઠવવામાં આવી છે. તેમણે અદાલતને ઇન્ટરનેટ, લેન્ડલાઈન અને […]

Top Stories India
Supreme courtofIndia આર્ટિકલ 370 પર સુપ્રિમ નિર્ણય, ઓક્ટોબરમાં પાંચ સભ્યોવાળી બંધારણીય બેંચ કરશે સુનાવણી

સુપ્રિમ કોર્ટે જમ્મુ-કાશ્મીર અને આર્ટિકલ 370 અંગે સુપ્રિમ ચુકાદો આપ્યો છે. હવે પાંચ સભ્યોની બંધારણની બેંચ ઓક્ટોબરમાં આ મામલે સુનાવણી કરશે. સુપ્રિમ કોર્ટે કેન્દ્રની દલીલ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો કે જેમા ઇન્ટરલોક્યુટરની નિમણૂક માંગવામાં આવી હતી. કાશ્મીર ટાઇમ્સનાં કાર્યકારી સંપાદક અનુરાધા ભસીનની માંગ પર કેન્દ્રને નોટિસ પાઠવવામાં આવી છે. તેમણે અદાલતને ઇન્ટરનેટ, લેન્ડલાઈન અને સંદેશાવ્યવહારનાં અન્ય માધ્યમો પરનો પ્રતિબંધ હટાવવા અરજી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ મુદ્દે સાત દિવસની અંદર જવાબ માંગ્યો છે.

આ અગાઉ સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સીપીઆઈ જનરલ સેક્રેટરીને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી. પરંતુ તે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે તે તેમના મિત્ર તારિગામીને મળી શકે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, તેમણે તેમની યાત્રા પર રાજકારણ ન કરવું જોઈએ. કલમ 370 હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમા કેટલીક અરજીઓ કાશ્મીરમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા સંબંધિત છે. કેન્દ્ર સરકારનાં નિર્ણય સામે જુદા જુદા લોકોએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનાં લોકોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.

નિવૃત્ત ન્યાયાધીશ હસન મસુદી, શેહલા રસીદ, સીતારામ યેચુરી, અકબર લોન વતી સુપ્રીમ કોર્ટમાં આ અરજીઓ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ અરજીઓમાં જુદા જુદા મુદ્દાઓ શામેલ છે. કેટલીક અરજીઓમાં કલમ 370 હટાવવાનો વિરોધ છે અને કેટલીક અરજીઓમાં જમ્મુ-કાશ્મીરનાં પુનર્ગઠન પર સવાલ છે. આ સાથે કેટલીક અરજીઓમાં પ્રતિબંધોનો ઉલ્લેખ છે, આપને જણાવી દઈએ કે આ તમામ કેસોની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ કરશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.