Not Set/ ગીરનારના પર્વત પર બે રશિયન યુવતીઓને છરી મારી લુંટી લેવાઇ

જુનાગઢ, જૂનાગઢમા શિવરાત્રિ મેળા પહેલાં વિદેશી બે મહિલાઓ પર હુમલો થયો થયો હોવી ઘટના સામે આવી છે. જુનાગઢમાં પ્રવાસે આવેલી  બે રશિયન મહિલાઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. મહિલાઓ પર ઘાતકી હુમલો કરી લુંટનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના સામે આવતા હલચલ મચી ગઈ છે. જણાવીએ કે અજાણ્યા 3 શખ્સોએ આ વિદેશી યુવતીઓને છરી બતાવી લૂંટ મચાવી […]

Top Stories Rajkot Gujarat Trending
02 10 ગીરનારના પર્વત પર બે રશિયન યુવતીઓને છરી મારી લુંટી લેવાઇ

જુનાગઢ,

જૂનાગઢમા શિવરાત્રિ મેળા પહેલાં વિદેશી બે મહિલાઓ પર હુમલો થયો થયો હોવી ઘટના સામે આવી છે. જુનાગઢમાં પ્રવાસે આવેલી  બે રશિયન મહિલાઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. મહિલાઓ પર ઘાતકી હુમલો કરી લુંટનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના સામે આવતા હલચલ મચી ગઈ છે.

જણાવીએ કે અજાણ્યા 3 શખ્સોએ આ વિદેશી યુવતીઓને છરી બતાવી લૂંટ મચાવી હતી.લૂંટ કર્યા બાદ છરીના ધા મારી લોહીલુહાણ હાલતમાં તરછોડી ભાગી ગયા હતા.

આપને જણાવી દઈએ કે સોમવારે 2 રશિયન સ્ત્રીઓ જુનાગઢ ગિરનાર ફરવા માટે આવી હતી. આ દરમિયાન તેઓ ગીરનાર પર્વત પર ચડતા 3 લુંટારાઓએ આ 2રશિયન મહિલા પર હુમલો કર્યો હતો. પહેલા લુંટારાઓએ મહિલાની બેગ છીનવાની પયત્ન  કર્યો અને પછી મહિલા પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં બે મહિલાઓ માંથી એકને હાથે ગંભર ઈજા થઇ હતી. જયારે બંને મહિલાઓએ બુમાબુમ કરી તો લુંટારાઓ ત્યાંથી ભાગી ગયા હતા.

02 11 ગીરનારના પર્વત પર બે રશિયન યુવતીઓને છરી મારી લુંટી લેવાઇ

જણાવીએ કે આ મામલે બંને મહિલાઓએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસને નિવેદન આપતા બંને મહિલાએ જણાવ્યું હતું કે  3 લુંટારાઓ પૈકી એક શખ્શે કાળો અને બીજાએ લાલ રંગનો શર્ટ પહેરીઓ હતો.

ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને બંને મહિલાઓને રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.