Not Set/ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, 7157 ક્યુસેક પાણીની થઈ આવક

ગુજરાત ગુજરાતની મોટાભાગની 66 ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થામાં વધારો થયો છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે સુક્કી ભટ્ઠ જમીન અને તળિયા ઝાટક ડેમની વાસ્તવિકતાનો ચિતાર ગુજરાત હજુ ઝીલી રહ્યું છે. રાજ્યના ડેમોમાં સતત ઘટી જતી જળ સપાટી અને સુકાતા જતા સ્ત્રોત એ માત્ર નાગરિકો જ નહિ પણ સરકારની ચિંતાનું […]

Gujarat Others
dam3 સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, 7157 ક્યુસેક પાણીની થઈ આવક

ગુજરાત

ગુજરાતની મોટાભાગની 66 ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થામાં વધારો થયો છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે સુક્કી ભટ્ઠ જમીન અને તળિયા ઝાટક ડેમની વાસ્તવિકતાનો ચિતાર ગુજરાત હજુ ઝીલી રહ્યું છે. રાજ્યના ડેમોમાં સતત ઘટી જતી જળ સપાટી અને સુકાતા જતા સ્ત્રોત એ માત્ર નાગરિકો જ નહિ પણ સરકારની ચિંતાનું પણ કારણ બન્યા છે પરંતુ હાલ તો નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો  છે. મળતી માહિતી મુજબ ઉપરવાસ માંથી 7 હજાર 157 ક્યુસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો થયો છે.

ત્યારે 10 દિવસમાં 1 મીટરનો વધારો જોવા મળ્યો છે. હાલ ડેમની સપાટી 106.43 મીટર થઇ છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક વધી છે. આઇબીપીટી ટનલ માંથી કેનાલમાં પણ ગુજરાતને પીવા માટે વધારો કરાયો છે. હાલ મેન કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.