Not Set/ રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

અમદાવાદ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ ક્યારેક એમ લાગે છે કે દારૂબંધી બસ નામ ખાતર જ દારૂબંધી છે. દરરોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાય છે. પોલીસને ચકમો આપવા ભેજાબાજ બુટલોગરો દારુ સંતાડવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે. જે જોઇને પોલીસ પણ ઘણીવાર હેરાન થઇ જાય છે. પરંતુ પોલીસની કામગીરીને દાદ આપવી […]

Ahmedabad Top Stories Rajkot Gujarat Surat Vadodara Others Trending
surat 5 રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

અમદાવાદ,

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ ક્યારેક એમ લાગે છે કે દારૂબંધી બસ નામ ખાતર જ દારૂબંધી છે. દરરોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાય છે. પોલીસને ચકમો આપવા ભેજાબાજ બુટલોગરો દારુ સંતાડવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે. જે જોઇને પોલીસ પણ ઘણીવાર હેરાન થઇ જાય છે.

પરંતુ પોલીસની કામગીરીને દાદ આપવી જોઈએ. કારણ કે બુટલેગરો દારૂ લાવવા માટે જેટલા પણ નવા નવા કીમીયાઓ અપનાવે છે તેનાથી દસ ડગલાઓ આગળ પોલીસ રહે છે અને બુટલેગરોની આ ચાલ પર પાણી ફેરવી નાખે છે. આપણે જોઈએ કે બુટલેગર દારૂ સંતાડવાના કેવા કેવા કીમીયાઓ અપનાવે છે.

અમદાવાદના ચાંગોદરમાં ભારતગેસના ટ્રકમાંથી 20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. ગુજરાત ડીજીપીની સુચના મુજબ આર આર સેલ ટીમ ચાંગોદર  વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી ત્યારે ચાંગોદરની એક હોટેલ પાસે બે દિવસથી ભારત ગેસનો એક ટ્રક પાર્ક કરેલો હતો.

vadda 7 રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

આર આર સેલને શંકા જતા ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી 20 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. મળી આવેલા દારૂ અંગે પોલીસે આરોપીઓની પુછપરછ કરી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રણભુન ઘાટી પાસેથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એસઓજીએ એક બાતમી મળતા વોચ ગોઠવીને શંકાસ્પદ કારને આંતરીને રોકી હતી. આ કારમાં તપાસ કરતા કારના દરવાજામાં સંતાડીને દારૂ લઇ જવાતો હતો.

surat 4 રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

એસઓજીએ 68 હજાર 800 રૂપિયાની કિંમતનો દારૂનો આ જથ્થો ઝડપી પાડીને મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ક્યાં લઇ જવાતો હતો તે અંગે ગુનો નોંધીને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ

રાજકોટ શહેરની થોરાળા પોલીસે એક બુટલેગરના ઘરમાં દરોડા પાડીને આશરે 25 હજાર રુપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે આ દારૂ એવી રીતે ઘરમાં સંતાડાયો હતો કે તે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

pani kautch 3 રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

પોલીસે જ્યારે બુટલેગર પાસે દારૂ ક્યાં સંતાડ્યો છે તેની કબુલાત કરાવી તો તેણે જણાવ્યુ હતુ કે ઘરમાં સ્વીચ બોર્ડની પાછળ દીવાલમાં એક ફુટનું બાકોરૂ પાડ્યુ હતુ અને તેમા વિદેશી દારુની બોટલો છુપાવી હતી. ત્યારે પોલીસે આ બાકોરામાં હાથ નાખીને દિવાલની પાછળથી એક પછી એક 56 જેટલી જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલો કાઢી હતી.

બનાસકાંઠા

થરાદ માર્કેટયાર્ડ સામેથી આર.આર.સેલ ભુજની ટીમે કપસીની આડમાં વિદેશી દારૂ ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનિય છે કે, થરાદવિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી થરાદ માર્કેટ તરફ કપસી નીચે દારૂ સંતાડીને લઇ આવવામાં આવી રહ્યો છે.

bsk 1 રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

જેના આધારે પોલીસે વોચ ગોઠવી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને થરાદના માર્કેટ યાર્ડ સામેથી ડમ્પર ઝડપી પાડ્યું હતું. સાથે જ પોલીસે ડમ્પર સહિત 27 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે.

થરાદ

થરાદમાં ઘઉંના ભુસાની આડમાં દારૂની હેરફેરનો પર્દાફાશ થયો છે. થરાદ પોલીસે 31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે. થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં દારૂ ભરાઈને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે.

20180508 125046 2 રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

ભુસાની નીચે તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. 21 લાખથી વધુની કિંમતની 522 પેટી વિદેશી દારૂ જપ્ત કરીને પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

પાટણ

આ દારૂનો જથ્થો ચોખાની આડમાં કંડલા લઈ જવાતો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે દારૂનો કુલ જથ્થો 57 લાખ 40 હજાર 800 રૂપિયા તેમજ 15 લાખના ટ્રેલર, મોબાઈલ સહિત પોલીસે કુલ 72 લાખ 54 હજાર 800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

patan 1 રાજ્યમાં આ રીતે ઘુસાડાય છે દારૂ, સ્કૂલબેગથી લઈને ચોખાની ગુણીઓમાં હેરાફેરી થાય છે દારૂની

ઘણીવાર બુટલેગરો, સ્કૂલબેગમાં, એકટીવાની ડેકીમાં, બટાકા ભરેલા કોથળાઓનો જેની નીચે વિદેશી દારુની પેટીઓ સંતાડવામાં આવે છે. ઘણીવાર મોટા મોટા કન્ટેનરોમાં, ગેસના બાટલાઓ, દૂધના ટેન્કરો જેવા માધ્યમોનો ઊપયોગ કરતા હોય છે. પરંતુ આ બધા કીમિયાઓને  પોલીસ પર્દાફાશ કરી નાખે છે. છતાં પણ બુટલેગરો રોજ નિતનવા કીમિયા શોધી નાખે છે હવે જોવાનું આગળના સમયમાં બુટલેગરો કેવા નવા કિમયા લાવે છે.