Not Set/ યુવકના પેટમાં માર્યો છરો, ગંભીર હાલતમાં યુવક પહોંચ્યો હોસ્પિટલ

સુરત, ભેસ્તાન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક  ભંગારના વેપારીને પેટમાં ચપ્પુ ઘુસાડી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાન પેટમાં ચપ્પુ સાથે લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ આવ્યો હતો વેપારીની હિંમત જોઈ સિવિલના ડોક્ટરો પણ ચોંકી ગયા. શાહરુખ મોયુદિન શેખને તાત્કાલિક ઓપરેશનમાં માટે લઇ જવાયો હતો. બે કલાક ચાલેલા ઓપરેશન બાદ શાહરુખનો […]

Top Stories Surat Videos

સુરત,

ભેસ્તાન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક  ભંગારના વેપારીને પેટમાં ચપ્પુ ઘુસાડી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યુવાન પેટમાં ચપ્પુ સાથે લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ આવ્યો હતો વેપારીની હિંમત જોઈ સિવિલના ડોક્ટરો પણ ચોંકી ગયા.

શાહરુખ મોયુદિન શેખને તાત્કાલિક ઓપરેશનમાં માટે લઇ જવાયો હતો. બે કલાક ચાલેલા ઓપરેશન બાદ શાહરુખનો જીવ બચાવી લેવાયો હતો.

સિવિલ સર્જરી યુનિટ 5ના ડો. ગુપ્તા અને 5 રેસિડેન્ટ તબીબોએ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તબીબીના જણાવ્યા મુજબ દોઢ સેન્ટિમીટર ઊંડો ઘા હતો. હાલ વેપારીની તબિયત સ્વસ્થ છે.