Not Set/ વરાછામાં હીરાના કારખાનામાં 1 કરોડથી વધુ કિંમતના હિરાની ચોરી, પોલિસે તપાસ હાથ ધરી

મંતવ્ય ન્યૂઝ, સુરતને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું હબ માનવામાં આવે ત્યારે ત્યાં કિંમતી હિરાની ચોરીનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં આવેલા હિરાના કારખાનામાંથી રૂ.એક કરોડથી વધુની કિંમતના હિરાની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. રફ અને તૈયાર હિરાની ચોરી કરીને કારીગર ફરાર થઈ ગયો હતો. કારખાનામાંથી રૂ.એક કરોડથી વધુની કિંમતના હિરાની ચોરી થયાનું […]

Gujarat Surat
Dimonds stolen વરાછામાં હીરાના કારખાનામાં 1 કરોડથી વધુ કિંમતના હિરાની ચોરી, પોલિસે તપાસ હાથ ધરી

મંતવ્ય ન્યૂઝ,

સુરતને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું હબ માનવામાં આવે ત્યારે ત્યાં કિંમતી હિરાની ચોરીનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં આવેલા હિરાના કારખાનામાંથી રૂ.એક કરોડથી વધુની કિંમતના હિરાની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. રફ અને તૈયાર હિરાની ચોરી કરીને કારીગર ફરાર થઈ ગયો હતો. કારખાનામાંથી રૂ.એક કરોડથી વધુની કિંમતના હિરાની ચોરી થયાનું માલુમ પડતા કંપનીના માલિકે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હિરાની ચોરી કરનારને ઝડપી લેવા તજવીજ આરંભી હતી. પોલીસની તપાસમાં સીસીટીવી કેમેરાના ચોરીના ફુટેજ સામે આવ્યા છે.