Not Set/ નકલી નોટ છાપનાર આરોપીઓનો ખુલાસો : સ્કેન કરી છાપતા નકલી નોટ

દોઢ મહિના પહેલાં ઉધના પોલીસે 2000ની 127 જાલી નોટ સાથે ભાવનગરના બે યુવકો ઝડપાયા હતા. આ રેકેટમાં બંને યુવકોને માર્કેટમાં જાલી નોટ વટાવવા આપનારા મુખ્ય સૂત્રધાર ભાવનગરના સચિન પરમારને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો. 2000ની અસલી નોટ સ્કેન કરી પરમારે 2 કરોડની નકલી નોટ છાપી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું. ઉધના પોલીસે રૂ.2.54 લાખની નકલી નોટ […]

Top Stories Gujarat Surat
2000 note 660 122017102203 નકલી નોટ છાપનાર આરોપીઓનો ખુલાસો : સ્કેન કરી છાપતા નકલી નોટ

દોઢ મહિના પહેલાં ઉધના પોલીસે 2000ની 127 જાલી નોટ સાથે ભાવનગરના બે યુવકો ઝડપાયા હતા. આ રેકેટમાં બંને યુવકોને માર્કેટમાં જાલી નોટ વટાવવા આપનારા મુખ્ય સૂત્રધાર ભાવનગરના સચિન પરમારને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો. 2000ની અસલી નોટ સ્કેન કરી પરમારે 2 કરોડની નકલી નોટ છાપી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું.

ઉધના પોલીસે રૂ.2.54 લાખની નકલી નોટ લીધી હતી. બંનેની પૂછપરછમાં ભાવનગરના પરમાર નામના યુવકે બંનેને કમિશનની લાલચ આપી નકલી નોટ વટાવવા આપી હોવાનું બહાર આવતા પોલીસે આ યુવક ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી.

2 કરોડની જાલી નોટ છાપનાર સચિન પરમાર અગાઉ પણ જાલી નોટના જ રેકેટમાં અમરેલી અને ભાવનગરમાં પણ પકડાઇ ચૂક્યો છે. વર્ષ 2017માં અમરેલી પોલીસે 1.10 કરોડની 2000ની જાલી નોટ સાથે પરમાર સહિત સાતેક જણાને પકડી પાડયા હતા. આ ગુનામાં તે છ મહિના જેલમાં પણ જઇ આવ્યો છે.