Not Set/ રેલવે સ્ટેશન પર માથાભારે શખ્સના ફાયરીંગનો મામલો, સીબુ ટાઇગરની ધરપકડ

સુરત, રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે પ્લેટફોર્મ નંબર 1ના છેડા પર માથાભારે શખ્સે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હરીફ જુથના માથાભારે શખ્સ પર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં રેલવે એલસીબીએ માથાભારે શખ્સ ટાઈગરને ઝડપી લીધો છે. વધુ પુછપરછ હાથ ધરી છે. આ સમગ્ર મામલાને લઇને રેલવે ડીવાયએસપી જી વી પઢેરીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી […]

Surat Trending
mantavya 179 રેલવે સ્ટેશન પર માથાભારે શખ્સના ફાયરીંગનો મામલો, સીબુ ટાઇગરની ધરપકડ

સુરત,

રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે પ્લેટફોર્મ નંબર 1ના છેડા પર માથાભારે શખ્સે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હરીફ જુથના માથાભારે શખ્સ પર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો.

આ ઘટનામાં રેલવે એલસીબીએ માથાભારે શખ્સ ટાઈગરને ઝડપી લીધો છે. વધુ પુછપરછ હાથ ધરી છે. આ સમગ્ર મામલાને લઇને રેલવે ડીવાયએસપી જી વી પઢેરીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

જેમાં ડીવાયએસપીએ જણાવ્યુ હતુ કે, મુંબઈથી બીકાનેર જતી રણકપૂર એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે સાંજે 7:30 કલાકે સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર પહોંચી હતી.

જનરલ કોચમાંથી સુમુલ ડેરી તરફના છેડે ઉતરેલા મોહમ્મદ યુસુફ ઇશરત ખાન પર અન્ય ટપોરી સીબુ ઉર્ફે ટાઇગરે અંધાધૂધ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.

mantavya 180 રેલવે સ્ટેશન પર માથાભારે શખ્સના ફાયરીંગનો મામલો, સીબુ ટાઇગરની ધરપકડ

સીબુએ પાછળથી એક રાઉન્ડ ફાયરિંગ કરી બીજું ફાયર સામેથી કર્યું હતું…જેમાં યુસુફ ખાનને પીઠના ભાગેથી ગોળી સોસરવી નીકળી ગઇ હતી અને જમણા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી…