Not Set/ સુરત/ અર્ધનગ્ન હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, રેપ બાદ હત્યા કરી હોવાની આશંકા

સુરતના અડાજણ વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે આ મામલે મહિલાના પતિની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે આ મહિલા મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી છે અને ૩૦ નવેમ્બરના રોજ સુરત તેના પતિ સાથે આવી હતી. તે તેના પતિ સાથે સુરતના ગૌરવપથ ખાતે રહીને […]

Gujarat Surat
Untitled 136 સુરત/ અર્ધનગ્ન હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, રેપ બાદ હત્યા કરી હોવાની આશંકા

સુરતના અડાજણ વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે આ મામલે મહિલાના પતિની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે આ મહિલા મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી છે અને ૩૦ નવેમ્બરના રોજ સુરત તેના પતિ સાથે આવી હતી. તે તેના પતિ સાથે સુરતના ગૌરવપથ ખાતે રહીને મજૂરી કામ કરતી હતી

પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે મહિલાને એક અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસને આ મામલે મહિલાના પતિ અને પ્રેમ પર આશંકા છે.

મળતી મહિતી અનુસાર અડાજણ વિસ્તારમાં 30 વર્ષની માયા બાઘરી નામની મહિલાની હત્યા કરાયેલ અર્ધનગ્ન હાલતમાં લાશ મળ્યા બાદ પોલીસે તેના પતિની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે. મહિલાના બીજા એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થયા બાદ પોલીસે તેના પ્રેમીની શોધખોળ આદરી છે. પોલીસને એવી આશંકા થઇ રહી છે કે મહિલાનો રેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે  માયા જે જગ્યાએ પતિ સાથે મજૂરીકામ કરતી હતી ત્યાં જ સુરક્ષા દીવાલની બીજી તરફથી તેનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.