Not Set/ સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું રૂ.5,378 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, ગત વર્ષ કરતાં 260 કરોડ જેટલો ઘટાડો

સુરત સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું રૂ.5,378 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યૂનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન દ્વારા આ ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષ કરતાં 260 કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતી વખતે શહેરને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ શહેર બનાવવા પર ભાર મુકાયો હતો. આ ડ્રાફ્ટ બજેટમાં […]

Top Stories
srt bjet સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું રૂ.5,378 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, ગત વર્ષ કરતાં 260 કરોડ જેટલો ઘટાડો

સુરત

સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું રૂ.5,378 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યૂનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન દ્વારા આ ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષ કરતાં 260 કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

સાથે જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતી વખતે શહેરને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ શહેર બનાવવા પર ભાર મુકાયો હતો. આ ડ્રાફ્ટ બજેટમાં યુઝર ચાર્જીસમાં 336 કરોડ અને મિલકત વેરામાં 207 કરોડનો વધારો સુચવવામાં આવ્યો છે.

ડ્રાફ્ટ બજેટમાં કુલ કેપિટલ બજેટ 2,407 કરોડ સાથે આઉટકમ બેઈઝડ બજેટ 1,630 કરોડના કુલ 433 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરને વૈશ્વિક દરજ્જાનું સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને હોવાનું કમિશનરે જણાવ્યું હતું.

શહેરના તમામ વિસ્તારોમા માળખાગત સુવિધાઓના વિકાસ પર ભાર મુકાયો હતો. બજેટમાં સિટી બ્યુટીફીકેશન, સ્કીલ અપગ્રેડેશન તથા સામાજિક સુરક્ષા અને પર્યાવરણ માટેના સઘન પગલાંઓ લેવામાં આવશે.