Not Set/ સુરત મહાનગરની સૂચિત પાર્કિંગ પોલિસીને સરકારની મંજૂરી

સુરત, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરની સુચિત પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી છે.  સુરત મહાનગરમાં ઝડપથી વધતી વસતિ અને વાહનોના વપરાશને પરિણામે ટ્રાફિક તેમજ ટ્રાન્સપોર્ટને લગતી સમસ્યાના નિવારણ માટે સુરત મહાનગરપાલિકાએ આ સૂચિત પાર્કિંગ પોલિસી અને પાર્કિંગ બાયલોઝ રાજ્ય સરકારમાં રજૂ કર્યા. રોજના ૩પ હજારથી વધુ મુસાફરો વહન કરે છે સુરત ગુજરાતમાં વસ્તીના ધોરણે રાજ્યનું […]

Top Stories Gujarat Surat
Carpark sign સુરત મહાનગરની સૂચિત પાર્કિંગ પોલિસીને સરકારની મંજૂરી

સુરત,

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરની સુચિત પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી છે.  સુરત મહાનગરમાં ઝડપથી વધતી વસતિ અને વાહનોના વપરાશને પરિણામે ટ્રાફિક તેમજ ટ્રાન્સપોર્ટને લગતી સમસ્યાના નિવારણ માટે સુરત મહાનગરપાલિકાએ આ સૂચિત પાર્કિંગ પોલિસી અને પાર્કિંગ બાયલોઝ રાજ્ય સરકારમાં રજૂ કર્યા.

રોજના ૩પ હજારથી વધુ મુસાફરો વહન કરે છે

સુરત ગુજરાતમાં વસ્તીના ધોરણે રાજ્યનું બીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર છે. હિરા ઊદ્યોગ સહિત અન્ય ઊદ્યોગોમાં ૧૦ લાખ લોકોને રોજગાર આપે છે.એટલું જ નહિ, આ મહાનગરના ૬પ કિ.મી. વિસ્તારમાં BRTS જનમાર્ગ રોજના ૩પ હજારથી વધુ મુસાફરો વહન કરે છે અને સાડા સાત લાખ જેટલા લોકો ઓટો/ટેક્ષી/કારમાં અવર-જવર કરે છે.

છેલ્લા દસકામાં વિપૂલ પ્રમાણમાં વાહન નોંધણી અને વપરાશને પરિણામે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર પાર્કિંગ પોલીસી માટે ગંભીરતાપૂર્વક વિચારાધિન છે.

ઓન સ્ટ્રીટપાર્કિંગ માટેના દરો નિયત કરાયા છે.

સીએમના દિશાનિર્દેશ અનુસાર રાજ્યના શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાની સરળતા માટે રાજ્યવ્યાપી ઝૂંબેશ પણ રાજ્ય સરકારે હાથ ધરેલી છે.

સુરત મહાનગરની આ સુચિત પાર્કિંગ પોલીસી અન્વયે રાષ્ટ્રીય શહેરી વાહન વ્યવહાર નીતિ NUTP 2006ને ધ્યાને રાખી ખાસ મહત્વના પ્રીમીયમ એરીયા અને અન્ય વિસ્તારો માટે માર્ગ પરના એટલે કે ઓન સ્ટ્રીટપાર્કિંગ માટેના દરો નિયત કરાયા છે.

આ  દરોમાં અલગ-અલગ વાહનો ત્રિચક્રી, મોટરકાર, હળવા તથા ભારે વ્યાપારી વાહનો માટે સમય મુજબ દરો નક્કી કરવામાં આવ્યા છે તે જ રીતે આવા વિસ્તારો માટે ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની સગવડો પણ દર વસુલ લઇને ઉપલબ્ધ કરવામાં આવશે.

પાર્કિંગ ફી માટે ઇલેકટ્રોનીક ચલણ ડેબીટ/ક્રેડીટ કાર્ડ / મોબાઇલ થી ફી ચૂકવવા વિકલ્પ મળી શકશે

વાહન માલિકો પોતાના આવાસ કામકાજના સ્થળે પ્રાપ્ત પાર્કિંગ વપરાશ માટે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવી પાર્કિંગ અને વપરાશની રજા ચીઠ્ઠી મેળવી શકશે, તેવી જોગવાઇ પણ આ સુચિત પાર્કિંગ પોલીસીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

વાહન ધારકને પાર્કિંગ ફી માટે ઇલેકટ્રોનીક ચલણ ડેબીટ/ક્રેડીટ કાર્ડ / મોબાઇલ થી ફી ચૂકવવા વિકલ્પ મળી શકશે તેમજ કોઇ બાબતે નાગરિકને અસંતોષ/વાંધો હોય તો અપીલ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ માટે ટ્રાફીક સેલની રચના કરવામાં આવશે. જેના વડા તરીકે કાર્યપાલક ઇજનેર સમકક્ષ કે તેથી વધુ લાયકાત ધરાવનાર વ્યકિતને ડાયરેકટર તરીકે નિમણૂંક અપાશે.

સ્માર્ટ સીટી અંતર્ગત પાર્કિંગ શોધવામાં લોકોનો સમય બગડે નહિ તે રીતે માહિતી મળી શકે તેવી મોબાઇલ ફોન એપ્લીકેશન/વેબસાઇટનું આયોજન પણ આ સુચિત પાર્કિંગ પોલીસી અન્વયે કરવામાં આવશે.