Not Set/ સુરત/ આગની ઝપટમાં આવેલ રઘુવીર માર્કેટને સીલ કરાયું, 21 માર્કેટના દબાણો દૂર કરાશે

સુરતના રઘુવીર સિલીયમ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ આ ઇમારતને સીલ કરી દેવામાં આવી છે.રઘુવીર માર્કેટનું બિલ્ડીંગ ભયજનક સ્થિતિમાં હોવાથી તેમાં અવર જવર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જો કોઈ વ્યક્તિ માર્કેટમાં પ્રવેશ કરશ તો તેના વિરુદ્ધ કાયદેસરના પગલા પણ લેવામાં આવી શકે છે. કુંભારીયા ચાર રસ્તા પર આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત 21મી જાન્યુઆરીના […]

Gujarat Surat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 6 સુરત/ આગની ઝપટમાં આવેલ રઘુવીર માર્કેટને સીલ કરાયું, 21 માર્કેટના દબાણો દૂર કરાશે

સુરતના રઘુવીર સિલીયમ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ આ ઇમારતને સીલ કરી દેવામાં આવી છે.રઘુવીર માર્કેટનું બિલ્ડીંગ ભયજનક સ્થિતિમાં હોવાથી તેમાં અવર જવર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જો કોઈ વ્યક્તિ માર્કેટમાં પ્રવેશ કરશ તો તેના વિરુદ્ધ કાયદેસરના પગલા પણ લેવામાં આવી શકે છે.

કુંભારીયા ચાર રસ્તા પર આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત 21મી જાન્યુઆરીના રોજ ભીષણ આગ ફાટી નીકળતા આખી બિલ્ડીંગ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

સુરત કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે રઘુવીર માર્કેટ સહિત શહેરની 21 માર્કેટોના સોમવારથી માર્જીનના દબાણો, એન્ગલો, બે માર્કેટ વચ્ચેની વોલ અને એલીવેશનોને દૂર કરાશે. આવી 21 માર્કેટોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.આગ લાગે ત્યારે  ફાયરના વાહનો ફાયર ટેન્ડર માર્કેટ સુધી આવનજાવન કરી શકે તેમાં નડતરરૂપ હોય તેવા દબાણો આ માર્કેટોમાં થયેલા છે.

ઉલ્લેખનીય છે કે રઘુવીર માર્કેટની બીયુસી રદ કરવાની કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. એટલું જ નહી રઘુવીર એસોશીએશન પાસે એક કરોડથી લઈ સવા કરોડ સુધીના ખર્ચનું બિલ ફટકારવાની તૈયારી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.