Not Set/ પાણીની તંગી વચ્ચે પાણીનો બેફામ વેડફાટ, 3 દિવસથી લીકેજ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

સુરત, હાલ ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ છે, તો એક બાજુ પાણી બચતની વાતો થઈ રહી છે. તો બીજી બાજુ પીવા લાયક પાણી લીકેજના કારણે વહી રહ્યું છે. રાજયમાં દિવસે ને દિવસે પાણીની તંગી વર્તાઇ રહી છે. પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. તેવામાં સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણી વેડફાઇ રહ્યું છે. સચિન કનકપુર […]

Top Stories
surat pani પાણીની તંગી વચ્ચે પાણીનો બેફામ વેડફાટ, 3 દિવસથી લીકેજ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

સુરત,

હાલ ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ છે, તો એક બાજુ પાણી બચતની વાતો થઈ રહી છે. તો બીજી બાજુ પીવા લાયક પાણી લીકેજના કારણે વહી રહ્યું છે. રાજયમાં દિવસે ને દિવસે પાણીની તંગી વર્તાઇ રહી છે. પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. તેવામાં સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણી વેડફાઇ રહ્યું છે.

સચિન કનકપુર વિસ્તાની આ ઘટના છે કે જ્યાં જૂની પાણીની અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન આવેલી છે. જે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. છેલ્લા 3 દિવસથી પડેલા આ ભંગાણને લઇને લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ સ્થાનિકોની મુશ્કેલી સમજી નથી રહ્યા અને ઘોર નિદ્રામાં સુઇ રહ્યા છે.

જેથી પાણીના મસમોટા જથ્થાનો બગાડ થઇ રહ્યા છે. રસ્તા પર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. છતાં પણ તંત્રના અધિકારી મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવો ઘાટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા એક તરફ ખાતરી આપવામાં આવી છે કે ઉનાળામાં પાણીની સમસ્યાથી છુટકારો મળશે.

તેવામાં સુરતના સચિન વિસ્તારમાં લિકેજ પાઇપલાઇનનું ભંગાઇ થતાં પાણી વેડફાઇ રહ્યું છે. ખુદ સરકારી તંત્રના અધિકારી સ્થાનિકોની મુશ્કેલી માટે  સહારો બનવા ડોકાણા પણ નથી. તો હવે તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે આ પાઇપલાઇનમાં પડેલું ભંગાણ દૂર કરશે તે જોવાનું રહેશે.