Not Set/ જીતુ વાઘણી મહિલાઓની માફી માંગે, નહીં તો સુરત જિલ્લામાં આવશે ત્યારે મોં કાળું કરીશ:સ્નેહલ શાહ

સુરત, જીતુ વાઘાણીની નિવેદનના લીધે વિપક્ષે વાઘાણીને આળેહાથ લીધા છે, ત્યારે સુરત જીલ્લા કોંગ્રેસના મહામંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. સ્નેહલ શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ખુલ્લેઆમ ચીમકી આપતા લખ્યું હતું કે, જીતુ વાઘાણી ‘સ્તનપાન’ મુદ્દે એના ફાલતુ નિવેદન બદલ દેશની મહિલાઓની માફી માગે, નહીં તો સુરત જિલ્લામાં આવશે ત્યારે તેમનું મોં હું […]

Top Stories Gujarat Surat
mantavya 534 જીતુ વાઘણી મહિલાઓની માફી માંગે, નહીં તો સુરત જિલ્લામાં આવશે ત્યારે મોં કાળું કરીશ:સ્નેહલ શાહ

સુરત,

જીતુ વાઘાણીની નિવેદનના લીધે વિપક્ષે વાઘાણીને આળેહાથ લીધા છે, ત્યારે સુરત જીલ્લા કોંગ્રેસના મહામંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. સ્નેહલ શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ખુલ્લેઆમ ચીમકી આપતા લખ્યું હતું કે, જીતુ વાઘાણી ‘સ્તનપાન’ મુદ્દે એના ફાલતુ નિવેદન બદલ દેશની મહિલાઓની માફી માગે, નહીં તો સુરત જિલ્લામાં આવશે ત્યારે તેમનું મોં હું કાળું કરીશ.

હાલમાં જ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ  રાધનપુરમા ભાજપ યુવા સમેલનમાં સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી.

આ ટિપ્પણીને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે વિવાદ બાદ વાઘાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ ખોટી રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મારો કહેવાનો અર્થ માત્ર વીઆઇપી કલ્ચર હોવાનો હતો. જો કે વાઘાણીએ સાથે જણાવ્યું કે ભૂતકાળમાં મારી માતા અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી.