Not Set/ સુરત: ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભજીયા,પકોડા બનાવીને કર્યુ વિરોધ પ્રદર્શન

સુરત, જીએસટીનાં અમલને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ સીસ્ટમમાં મોટા ભાગની ખામી હોવાથી વેપારીઓને વેપાર કરવામાં તકલીફ ભોગવવી પડી રહી છે. ત્યારે ટેક્સટાઇલના વેપારીઓએ જાતે ભજીયા અને પકોડા બનાવી વેચાણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ટેક્સટાઇલ્સના વેપારી લલીત ભાઇએ જણાવ્યુ હતુ કે તેમનો વિરોધ જીએસટી સામે નથી પરંતુ સીસ્ટમમાં રહેલી ખામી દુર કરી વેપાર […]

Top Stories Gujarat
a 6 સુરત: ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભજીયા,પકોડા બનાવીને કર્યુ વિરોધ પ્રદર્શન

સુરત,

જીએસટીનાં અમલને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ સીસ્ટમમાં મોટા ભાગની ખામી હોવાથી વેપારીઓને વેપાર કરવામાં તકલીફ ભોગવવી પડી રહી છે. ત્યારે ટેક્સટાઇલના વેપારીઓએ જાતે ભજીયા અને પકોડા બનાવી વેચાણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

ટેક્સટાઇલ્સના વેપારી લલીત ભાઇએ જણાવ્યુ હતુ કે તેમનો વિરોધ જીએસટી સામે નથી પરંતુ સીસ્ટમમાં રહેલી ખામી દુર કરી વેપાર સરળતાથી કરી શકીએ તેવી પ્રણાલિકા તૈયાર કરવામા આવે.

જીએસટી લાગુ કર્યાને એેક વર્ષ બાદ પણ વેપાર કરવામાં તકલીફ પડે છે. વેપારની પ્રણાલિતા ગુચવણ ભરી હોવાથી વેપારી બેકાર બની ગયા છે. તેમની પાસે કોઇ કામ ન રહેવાથી અને ભજીયા પકોડા બનાવાનુ આસાન હોવાથી તેઓએ જાતે ભજીયા અને પકોડા બનાવી વેચાણ કરી વિરોધ વ્યક્ત કર્યો.