Not Set/ સુરત: મહિલા દર્દીના અશ્લીલ વિડ્યો બનાવવાનો મામલો, કમ્પાઉન્ડરની ધરપકડ

સુરત, સુરત ડિંડોલી વિસ્તારમાં એક જ દિવસે થયેલી બે બાળકીઓ પર થયેલા બળાત્કારની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે એક ટેકનિશયન 145 મહિલાઓના અશ્લીલ વિડિયો ઉતાર્યા હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર આક્ષેપ સાથે લોકોનું ટોળું મોડી રાત્રે ડિંડોલી પોલીસ મથક પર પહોંચ્યુ હતું. જો કે, મોડી રાત સુધી આ ઘટનામાં કોઇ ગુનો […]

Top Stories Gujarat Surat
mantavyanews સુરત: મહિલા દર્દીના અશ્લીલ વિડ્યો બનાવવાનો મામલો, કમ્પાઉન્ડરની ધરપકડ

સુરત,

સુરત ડિંડોલી વિસ્તારમાં એક જ દિવસે થયેલી બે બાળકીઓ પર થયેલા બળાત્કારની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે એક ટેકનિશયન 145 મહિલાઓના અશ્લીલ વિડિયો ઉતાર્યા હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.

આ ગંભીર આક્ષેપ સાથે લોકોનું ટોળું મોડી રાત્રે ડિંડોલી પોલીસ મથક પર પહોંચ્યુ હતું. જો કે, મોડી રાત સુધી આ ઘટનામાં કોઇ ગુનો દાખલ નહીં થયો ન હતો. ઘટના ખૂબ જ ગંભીર હોવાથી ડિંડોલી પોલીસે આક્ષેપ કરનાર મહિલાના ભાઇને વિડીયો લેવા મોકલ્યો હતો પરંતુ તે મોડી રાત સુધી પરત નહીં આવતા આ ઘટના અંગે કોઇ ગુનો દાખલ કરાયો ન હતો.

મોડી રાત્રે એક મોટું ટોળું લિંબાયત પોલીસ મથકમાં આવ્યું છે. તેઓ એક ટેકનિશયન સામે મહિલા દર્દીઓના અશ્લીલ વિડિયો ઉતાર્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

ઘટના ખૂબ જ ગંભીર છે પરંતુ હાલમાં પૂરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ટેકનિશયન સામે આક્ષેપ સાથે મહિલા દર્દીનો ભાઇ પણ આવ્યો હતો.

તેણે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે, ટેકનિશયને જે વિડીયો ઉતાર્યો છે તેનો વિડિયોનો પૂરાવો તેની પાસે છે. પોલીસે તેને આ પૂરાવો લેવા માટે મોકલ્યો હતો ત્યારબાદ પુરાવો લઈને મહિલા તબીબનો ભાઈ આવ્યો હતો અને ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.