Not Set/ સુરત: યુનિફોર્મ કૌભાંડના, 1.60 લાખ વિધાર્થીને મુદત પુરી થઇ છતાં યુનિફોર્મ નથી મળ્યા

સુરત, સુરત નગર શિક્ષણ સમિતિની શાળાઓનાં ૧ લાખ ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને બીજું શૈક્ષણિક સત્ર પૂર્ણ થઇ ગયું હોવા છતાં હજુ સુધી યુનિફોર્મ મળ્યા નથી, ત્યારે વિપક્ષે આ મામલે ફરી શાશકોની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. ૧૫ કરોડનો ગણવેશનો કોન્ટ્રકટ જે મહેક ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યો હતો તેની ૯૦ દિવસની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ અને […]

Top Stories Gujarat Surat
mantavya 288 સુરત: યુનિફોર્મ કૌભાંડના, 1.60 લાખ વિધાર્થીને મુદત પુરી થઇ છતાં યુનિફોર્મ નથી મળ્યા

સુરત,

સુરત નગર શિક્ષણ સમિતિની શાળાઓનાં ૧ લાખ ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને બીજું શૈક્ષણિક સત્ર પૂર્ણ થઇ ગયું હોવા છતાં હજુ સુધી યુનિફોર્મ મળ્યા નથી, ત્યારે વિપક્ષે આ મામલે ફરી શાશકોની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે.

૧૫ કરોડનો ગણવેશનો કોન્ટ્રકટ જે મહેક ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યો હતો તેની ૯૦ દિવસની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ અને ઉપરાંત ૧ મહિનાની મુદત પણ વધારી આપાઈ હતી. જે પૂર્ણ થઇ ગયા હોવા છતાં હજુ સુધી એક પણ વિદ્યાર્થીને ગણવેશ મળ્યા નથી જેને લઇ વિપક્ષ દ્વારા ઇજારદાર અને શાશકોની મિલી ભગત હોવાના આક્ષેપ કરાયા હતા સાથે કોન્ટ્રકટની સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ ન કર્યું હોવાથી તે મહેક ઇન્ડસ્ટ્રીઝને કાયમ માટે બ્લેક લીસ્ટ કરો કે પેનલ્ટી કરવામાં આવે તેવી માંગ કરી હતી.પરંતુ તેમ ન કરાતા  શાષકોએ ગણવેશ પર મસ મોટું કૌભાંડ આચાર્યા હોવાનાં આરોપ વિપક્ષે લગાવ્યા છે.

જોકે વિપક્ષનાં આક્ષેપોને શાશક પક્ષ નેતા હસમુખ પટેલે નકાર્યા હતા. તેમને જણાવ્યું હતું કે, મહેક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વધુ સમયની એક મહિનાની માંગ કરાઈ હતી, પરંતુ તેમને સમય મર્યાદા પહેલા ૨૪ ઓક્ટોમ્બરે જ તમામ વિદ્યાર્થીઓના ગણવેશ સમિતિને આપી ચુક્યા છે, ત્યારે ઓર્ડર મુજબના ગણવેશ છે કે નહિ તેની ચકાસણી અને તપાસ કરવા આવે છે.

જેથી ગણવેશની ચકાસણીનો રીપોર્ટ દિવાળી બાદ આવ્યો છે અને હવે શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ શરૂ કરાયું છે. જેને લઇ મહેક ઇન્ડસ્ટ્રીઝને બ્લેક લીસ્ટ કે પેનલ્ટી કરવાનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી.

જોકે મહત્વ પૂર્ણ છે કે, શિક્ષણનું બીજું શત્ર પૂર્ણ થઇ ગયું હોવા છતાં વિદ્યાર્થીઓને ફાળવેલા ગણવેશ પહોચી શકતા નથી. તેની સામે વિપક્ષ દ્વારા સવાલો પણ ઉઠાવાયા છે. ત્યારે શાશકોના જણાવ્યાનુંસાર ૧ મહિના પહેલા ગણવેશ આવી ગયા હોવા છતાં વિધાર્થીને પહોચાડી શકાયા નથી ત્યારે ગણવેશ મામલે નિષ્પક્ષ તપાસ થાય તો જરૂર કોઈ ગેર રીતી બહાર આવે તેવી આશંકા સેવાઈ રહી છે.