Not Set/ સુરતમાં ચાલુ વર્ષે વાહન નંબરની 6 કરોડની આવક, 2017માં આટલા કરોડની થઇ હતી આવક

સુરત, સુરત શહેરમાં પ્રતિવર્ષ હજારો વાહનોનું વેચાણ થાય છે. સુરત વાસીઓ પોતાના વાહનો માટે મનગમતા નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટે ઓનલાઈન ઓક્શનમાં રોજે રોજ લાખો રૂપિયાની આવક આરટીઓ ને થઈ રહી છે. વર્ષ 2017માં આરટીઓને નંબરોની હરાજી માંથી રૂ.7.5 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે જાન્યુઆરી 2018 […]

Top Stories Gujarat Surat
regional transport office pal bhatha surat government organisations સુરતમાં ચાલુ વર્ષે વાહન નંબરની 6 કરોડની આવક, 2017માં આટલા કરોડની થઇ હતી આવક

સુરત,

સુરત શહેરમાં પ્રતિવર્ષ હજારો વાહનોનું વેચાણ થાય છે. સુરત વાસીઓ પોતાના વાહનો માટે મનગમતા નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટે ઓનલાઈન ઓક્શનમાં રોજે રોજ લાખો રૂપિયાની આવક આરટીઓ ને થઈ રહી છે.

વર્ષ 2017માં આરટીઓને નંબરોની હરાજી માંથી રૂ.7.5 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે જાન્યુઆરી 2018 થી ઓક્ટોબર 2018 સુધીમાં 10 મહિનામાં જ રૂ. 6 કરોડ કરતા પણ વધુની આવક આરટીઓની તિજોરીમાં જમા થઈ છે.

સુરત વાસીઓ પોતાના પસંદગીના વાહન નંબર મેળવવામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. વર્ષ 2017 માં સુરત આરટીઓ માં પસંદગી ના નંબર માટે રૂ. 7.5 કરોડ અને વર્ષ 2018 માં 10 મહિનામાં જ રૂ. 6 કરોડ કરતા વધુની આવક થઈ છે.

આરટીઓને વર્ષ 2017 માં સૌથી વધુ આવક ઓક્ટોમ્બર મહિના માં રૂ.115.37 લાખ થઈ હતી. ચાલુ વર્ષે માર્ચ 2018 માં રૂ. 114.93 લાખની થઈ હતી. દર મહિને સરેરાશ 55 લાખ કરતા પણ વધુની આવક આરટીઓ ને  નંબરોના ઓક્શન દ્વારા થઈ રહી છે.