Not Set/ તાપી – વાલોડની વાલ્મીકિ નદી પરનો કોઝવે જર્જરિત, નવો પુલ ત્વરિત બનાવાની માંગ

મંતવ્ય ન્યૂઝ, તાપીના વાલોડની વાલ્મીકિ નદી પર આજથી દસ વર્ષે અગાઉ બનાવવામાં આવેલા કોઝવેનાં બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર વ્યાપક ભ્રષ્ટાચારનો એક મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ તાપીના વાલોડની વાલ્મિકી નદી પર બનાવવામાં આવેલો કોઝ વે બિસ્માર હાલતમાં છે. કોઝવે બનાવવામાં તંત્રના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવી […]

Gujarat Others
Tapi Bridge તાપી – વાલોડની વાલ્મીકિ નદી પરનો કોઝવે જર્જરિત, નવો પુલ ત્વરિત બનાવાની માંગ

મંતવ્ય ન્યૂઝ,

તાપીના વાલોડની વાલ્મીકિ નદી પર આજથી દસ વર્ષે અગાઉ બનાવવામાં આવેલા કોઝવેનાં બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર વ્યાપક ભ્રષ્ટાચારનો એક મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ તાપીના વાલોડની વાલ્મિકી નદી પર બનાવવામાં આવેલો કોઝ વે બિસ્માર હાલતમાં છે. કોઝવે બનાવવામાં તંત્રના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

tapi તાપી – વાલોડની વાલ્મીકિ નદી પરનો કોઝવે જર્જરિત, નવો પુલ ત્વરિત બનાવાની માંગ
બિસ્માર હાલતમાં કોઝવે, સ્થાનિકોને જીવનું જોખમ

કોઝવેના સાત જેટલા પાયામાં તો સળિયા દેખાઇ રહ્યા હોવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી કોઝવેની બિસ્માર હાલત છે તેવામાં ભારે વાહન પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ મામલે તંત્ર દ્વારા પણ કોઇ પણ પગલાં ભરવામાં આવતા ન હોવાથી લોકમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે આ કોઝવેની બિસ્માર હાલતને કારણે 25 ગામને અસર પડે છે. તેનું કારણ આ કોઝવેનો ઉપયોગ આજુબાજુના 25 ગામના લોકો કરે છે. તે ઉપરાંત કોઝવે બન્યાનાં દસ વર્ષમાં જ કોઝવે જર્જરિત થઈ જતાં કોઝવે ધરાશાયી થવાના ભય નીચે અંદાજીત 2500 થી વધુ વસ્તી ધરાવતાં વાલોડનાં નદીપારના બે ફળિયાનાં લોકોને અવરજવર માટે ત્રણથી ચાર કિમીનો લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે .

આ ઉપરાંત કોઝવેની બંને બાજુ કોઈપણ પ્રકારની રેલિંગ પણ તંત્ર દ્વારા બનાવવામાં ન આવતાં વાહનચાલકોને હંમેશા અવર જવર દરમિયાન કોઝવે પરથી નીચે પડી જવાની દહેશત જોવા મળે છે. જેને લઈ લોકો આ જર્જરિત કોઝવેને તોડીને નવો પુલ બનવવાની માંગ કરી રહ્યાં છે ત્યારે હવે તંત્ર ક્યારે સ્થાનિકોની માંગને સ્વીકારશે તે જોવાનું રહેશે.