Not Set/ હત્યાના આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો, ૧પ દિવસ બાદ અકસ્માતમાં થયું મોત

કચ્છ, ૧૯૯૯માં છ પાકિસ્તાનીઓએ કચ્છની સીમાએથી ભારતમાં હથિયારો અને આર.ડી.એકસનાં જથ્થા સાથે ઘૂસણખોરી કરી હતી. જેમા આ છએય શખ્સો ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા 6 પૈકી 2 ગુનેગારો ભૂકંપ દરમિયાન જૂની જેલ ધરાશાયી થતા ભાગી છુટ્યા હતા. જ્યારે ચાર પાકિસ્તાનીઓને ભુજની સેશન્સ કોર્ટના એડવોકેટ વી. એમ. ચૌધરીએ ફાંસીની સજા ફટકારી હતી. જો કે, આ કેસમાં ગુનેગારોએ […]

Top Stories
kutch nyay mandir હત્યાના આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો, ૧પ દિવસ બાદ અકસ્માતમાં થયું મોત

કચ્છ,

૧૯૯૯માં છ પાકિસ્તાનીઓએ કચ્છની સીમાએથી ભારતમાં હથિયારો અને આર.ડી.એકસનાં જથ્થા સાથે ઘૂસણખોરી કરી હતી. જેમા આ છએય શખ્સો ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા 6 પૈકી 2 ગુનેગારો ભૂકંપ દરમિયાન જૂની જેલ ધરાશાયી થતા ભાગી છુટ્યા હતા. જ્યારે ચાર પાકિસ્તાનીઓને ભુજની સેશન્સ કોર્ટના એડવોકેટ વી. એમ. ચૌધરીએ ફાંસીની સજા ફટકારી હતી.

જો કે, આ કેસમાં ગુનેગારોએ હાઈકોર્ટમાં રીટ કરતા કોર્ટે તેમની ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ કરી  છે. તો આ સિવાયના ૧૯૮૭ના કેસમાં એક આરોપીને ભુજની એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ત્યારબાદ સમગ્ર કેસ હાઈકોર્ટમાં ચાલ્યા બાદ આરોપીનો નિર્દોષ છુટકારો થયો હતો.

તો આ સિવાય ૧૯૮૭ના કેસમાં ઈસ્માઈલ ગગુ ઘાંચી નામાના  5 હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને ભૂજ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ આરોપી ગરીબ હોવાથી તેનો કેસ સરકારી વકીલે લડ્યો હતો.

આ કેસમાં બાદમાં  હાઈકોર્ટમાં રીટ થઈ હતી અને હાઈકોર્ટની 2 જજીસની બેન્ચે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.જો કે, આરોપીના નસીબમાં વધુ જીવવાનું નહીં લખ્યું હોય નિર્દોષ છૂટ્યાના ૧પ દિવસ બાદ ભચાઉ નજીક અકસ્માતમાં તેનુ મૃત્યુ થયુ હતુ.