Not Set/ ગુજરાત મોડલ પડ્યું ફિક્કું, DGPએ જાહેર કરેલા રિપોર્ટમાં મહિલાઓ અસુરક્ષિત, જુઓ

અમદાવાદ, દુનિયાભરમાં ગુજરાત રાજ્યને એક આદર્શ મોડલ તરીકે રજુ કરવામાં આવી રહ્યું છે. વિશ્વના દેશોના રાષ્ટ્રપ્રમુખોને રાજ્યની મુલકાત માટે લાવવામાં આવી રહ્યા છે. તેમજ પીએમ મોદીએ પણ આ જ વાઈબ્રન્ટ ગુજરાતના મોડલ પર ચુંટણી લડી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં રાજ્યના ડીજીપી દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં મહિલાઓની દયાજનક સ્તિથી અંગે ખુલાસો થતા આ મોડલ […]

Top Stories
women security in Gujarat. Mantavyanews ગુજરાત મોડલ પડ્યું ફિક્કું, DGPએ જાહેર કરેલા રિપોર્ટમાં મહિલાઓ અસુરક્ષિત, જુઓ

અમદાવાદ,

દુનિયાભરમાં ગુજરાત રાજ્યને એક આદર્શ મોડલ તરીકે રજુ કરવામાં આવી રહ્યું છે. વિશ્વના દેશોના રાષ્ટ્રપ્રમુખોને રાજ્યની મુલકાત માટે લાવવામાં આવી રહ્યા છે. તેમજ પીએમ મોદીએ પણ આ જ વાઈબ્રન્ટ ગુજરાતના મોડલ પર ચુંટણી લડી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં રાજ્યના ડીજીપી દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં મહિલાઓની દયાજનક સ્તિથી અંગે ખુલાસો થતા આ મોડલ ફિક્કું પડતું જોવા મળી રહ્યું છે.

રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, એક સમયે મહિલાઓ માટે સૌથી સલામત ગણાતા ગુજરાત અને તેમાં પણ રાજ્યના મેગા સીટી કહેવાતા અમદાવાદમાં દિવસેને દિવસે મહિલાઓ સુરક્ષાની સ્તિથી સતત કથળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ સામે થતા અત્યાચારોમાં વધારો થઈ રહ્યો છે.

રિપોર્ટના આંકડા મુજબ, ગુજરાતમાં દરરોજ ૧૪ મહિલાઓ કોઈને કોઈ પ્રકારના અત્યાચારનો ભોગ બને છે. તેમજ દરરોજ ૬ મહિલાઓ બળાત્કાર, યૌન શોષણ અને દહેજ માટે અત્યાચાર જેવા કેસોનો ભોગ બનતી હોય છે.

મેગા સીટી અમદાવદમાં દર બે દિવસમાં એક છેડતીનો કેસ તેમજ દર છ દિવસમાં ૧ બળાત્કારનો કેસ સામે આવે છે. મહિલાઓ સામેના અપરાધોમાં સૌથી વધુ વધારો દહેજ સંબંધિત કેસનો થયો છે. ૨૦૧૬માં દહેજ મુદ્દે અત્યાચારના માત્ર ૮૬ કેસ નોંધાયા હતા. જયારે વિજય રૂપાણીની સરકારમાં ૨૦૧૭માં આ આંકડો વધીને ૫૫૬ થઈ ગયો છે. ૨૦૧૬માં અમદાવાદમાં દહેજ અત્યાચારનો એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે ૨૦૧૭માં ૧૩૩ કેસ નોંધાયા છે. જયારે ૨૦૧૭માં દહેજ હત્યાના ૧૨૧ કેસ સામે આવ્યા છે, જ્યારે યૌન શોષણના ૩૪ કેસ સામે આવ્યા છે.

સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજીપી અનિલ પ્રથમે આ મામલે જણાવ્યુ હતું કે, અમે મહિલાઓ સામેના અત્યાચાર રોકવા ૧૮૧ હેલ્પલાઈન નંબરથી લઈને ફ્રિડમ ઓફ હ્યુમન એન્ડ ચાઈલ્ડ નામના પ્રોગ્રામનુ આયોજન કર્યુ છે, જેમાં મહિલાઓને મુશ્કેલ સમયમાં ક્યાંથી મદદ મળી રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે