Not Set/ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 28 મેના રોજ જાહેર થશે

ગાંધીનગર ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલી 10 ધોરણની પરીક્ષાના પરિણામોની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સ્ટેટમેન્ટ પ્રમાણે ધોરણ 10 મેનું પરીક્ષાનું પરિણામ 28 મેના રોજ જાહેર થશે. વેબસાઇટ www.gseb.org  પર 28મીએ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે મુકવામાં આવશે અને બપોર સુધીમાં તમામ સ્કૂલમાં પણ પરિણામ આવી જશે. આ પરિણામ વેબસાઇટ www.gipl.net પર પણ […]

Top Stories Gujarat
fe ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 28 મેના રોજ જાહેર થશે

ગાંધીનગર

ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલી 10 ધોરણની પરીક્ષાના પરિણામોની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સ્ટેટમેન્ટ પ્રમાણે ધોરણ 10 મેનું પરીક્ષાનું પરિણામ 28 મેના રોજ જાહેર થશે.

વેબસાઇટ www.gseb.org  પર 28મીએ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે મુકવામાં આવશે અને બપોર સુધીમાં તમામ સ્કૂલમાં પણ પરિણામ આવી જશે. આ પરિણામ વેબસાઇટ www.gipl.net પર પણ જોવા મળશે. વિદ્યાર્થીઓને વેબસાઈટ પર પોતાનો રોલ નંબર અને સ્કુલ નંબર નાખશે તો રિઝલ્ટ ચેક કરી શકશે.

મંગળવારે બોર્ડે જાહેર કરેલાં સ્ટેટમેન્ટ પ્રમાણે 28 તારીખે સવારે 11 કલાકથી બપોરે 4 કલાક સુધી માર્કશીટ અને પ્રમાણપત્રોનું વિતરણ થશે.

સવારે 8 વાગ્યાથી જ વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. તો રાજ્ય સરકારે પરિણામની તારીખ જાહેર  કરતાથી સાથે શાળાના આચાર્યને વિનંત કરી છે કે, શાળાની માર્કશીટ/ પ્રમાણપત્ર મુખત્યાર પત્ર રજુ કરીને મેળવી લેવી. WWW.GSEB.ORG અને WWW.GSEB.ORG પરથી પણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10માં સૌથી વધુ 11.06 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી