Not Set/ રાજકોટ/ વિદ્યાર્થીનીઓએ ચોટલો ના બાંધતા આચાર્યનો રોષ ભભૂક્યો,વાળ કાપી કાઢતા ભારે હોબાળો

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.1 માં બે વિદ્યાર્થિનીઓના વાળ કાપી કાઢતા ભારે વિવાદ થયો હતો.જોવાની વાત એ હતી કે ખુદ પ્રિન્સિપાલ દ્વારા જ બન્ને વિદ્યાર્થીનીઓના વાળ કાપી કાઢવામાં આવ્યા હતા.આ વિદ્યાર્થીનીઓએ ચોટલો નહીં વાળતા તેમને વાળ કાપી કાઢવાની સજા મળી હતી. રાજકોટના કોઠારિયા નાકા પાસે આવેલી કિશોરસિંહજી શાળા નં.1માં મંગળવારે […]

Gujarat Surat
Untitled 166 રાજકોટ/ વિદ્યાર્થીનીઓએ ચોટલો ના બાંધતા આચાર્યનો રોષ ભભૂક્યો,વાળ કાપી કાઢતા ભારે હોબાળો

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.1 માં બે વિદ્યાર્થિનીઓના વાળ કાપી કાઢતા ભારે વિવાદ થયો હતો.જોવાની વાત એ હતી કે ખુદ પ્રિન્સિપાલ દ્વારા જ બન્ને વિદ્યાર્થીનીઓના વાળ કાપી કાઢવામાં આવ્યા હતા.આ વિદ્યાર્થીનીઓએ ચોટલો નહીં વાળતા તેમને વાળ કાપી કાઢવાની સજા મળી હતી.

રાજકોટના કોઠારિયા નાકા પાસે આવેલી કિશોરસિંહજી શાળા નં.1માં મંગળવારે આચાર્ય હેતલબેન પારિયાએ ધો.8માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીને ‘કેમ બે ચોટલા વાળ્યા નથી’ તેમ કહી વાળ કાપી નાખ્યા હતા.

વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાખતા મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ દોડી જઇ હોબાળો મચાવ્યો હતો.

વાલીઓએ ભારે હોબાળો મચાવતા શાસનાધિકારી સંજય ડોડિયાએ આચાર્યને રૂબરૂ જવાબ લેવા બોલાવ્યા હતા. અંતે આચાર્યએ માફી માગી હતી અને મામલો થાળે પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.