મોરબી જીલ્લાના હળવદ તાલુકાના નાનકડા ઢવાણા ગામના વિદ્યાર્થી ઉપર તેની જ સ્કૂલ બસનું ટાયર ફરી વળતાં બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. બાળકનું અકસ્માતમાં મોત નીપજતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારનો વાલ્સોયો સવારે ઘરેથી સ્કુલ જવા માટે નીકળ્યો હતો. જે બાદ ઘરે દીકરો નહીં પણ તેનો મૃતદેહ આવતા પરિવાજનોમાં શોક વ્યાપી ગયો હતો.
આપને જણાવી દઈએ કે નવનિર્માણ વિદ્યાલયમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી શાળાની બસે જ ભોગ લેતા ચકચાર મચી ગઈ છે. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઘનશ્યામપુર ગામે નાસ્તો લેવા માટે બસની નીચે ઉતર્યો હતો. આ દરમિયાન બસના ચાલકની બેદરકારીથી બાળક ટાયર નીચે આવી જતા તેનું મોત નિપજ્યું. આ ઘટનાના પગલે નવનિર્માણ શાળાના સંચાલકો સામે બાળકના પરિવારનો રોષ જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
