Not Set/ વાંચીને તમારું હૃદય ચુકી જશે થડકારો,ખુદ 14 વર્ષના સગા ભાઈએ જ સગીર બહેન સાથે બાંધ્યા શારીરિક સંબંધો,થયો બાળકનો જન્મ

વાંચીને હૃદય થડકારો ચુકી જાય તેવો અત્યંત ચોંકાવનારો કિસ્સો કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે.કચ્છના નખત્રાણાના એક ગામમાં ખુદ 14 વર્ષના સગાભાઈએ 16 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.હદ તો એ થઈ હતી કે ભાઈના આ અનૈતિક સબંધના કારણે બહેન ગર્ભવતી થઈ હતી અને ભાઈના બાળકની માતા પણ બની હતી. ઘૃણાસ્પદ કિસ્સાની વિગતે જઈએ તો […]

Top Stories Gujarat Others
Untitled 165 વાંચીને તમારું હૃદય ચુકી જશે થડકારો,ખુદ 14 વર્ષના સગા ભાઈએ જ સગીર બહેન સાથે બાંધ્યા શારીરિક સંબંધો,થયો બાળકનો જન્મ

વાંચીને હૃદય થડકારો ચુકી જાય તેવો અત્યંત ચોંકાવનારો કિસ્સો કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો છે.કચ્છના નખત્રાણાના એક ગામમાં ખુદ 14 વર્ષના સગાભાઈએ 16 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.હદ તો એ થઈ હતી કે ભાઈના આ અનૈતિક સબંધના કારણે બહેન ગર્ભવતી થઈ હતી અને ભાઈના બાળકની માતા પણ બની હતી.

ઘૃણાસ્પદ કિસ્સાની વિગતે જઈએ તો નખત્રાણાની એક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષ અને 7 માસની વય ધરાવતી કિશોરીને બપોરે એકાદ વાગ્યાના સુમારે અચાનક જ પેટમાં દર્દ થવા લાગ્યું હતું. શરુઆત માં શિક્ષકોને એવું લાગ્યું હતું કે સગીરાને ઋતુચક્રના કારણે આ દર્દ થઈ રહ્યું છે,પરંતુ તેને આ પીડા વધતા તેને નગરના ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ જવામાં આવી હતી. બાળાનું પેટ જોઈને જ સમજી ગયેલા ગાયનેકોલોજીસ્ટે જયારે એમ કહ્યું કે, બાળા ગર્ભવતી છે અને ગમે તે ક્ષણે પ્રસૃતિ કરવી પડશે ત્યારે તેને લઈ આવેલા શિક્ષકોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

16 વર્ષની કિશોરીની ડિલિવરીની વાત સાંભળીને  શિક્ષકો હેબતાઈ ગયા હતા. બનાવની ગંભીરતા સમજી તેના વાલીઓની જાણ કરવામાં આવી ત્યારે તેમના પર તો આભ જ તુટી પડયું હતું. બીજી તરફ ગાયનેકોલોજીસ્ટે બાળાની પ્રસુતિ કરાવી હતી અને બાળકનો જન્મ થયો હતો.કિશોરીને પરિવારને ગર્ભ વિશે જાણ થઈ તો તેમના માથે પણ આભ તૂટી પડ્યું હતું.

બીજી તરફ ગાયનેકોલોજીસ્ટે તેની તબીબ તરીકેની ફરજ પુર્ણ કર્યા બાદ તેમણે પોલીસને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.સગીર કિશોરી પર ખુદ તેનો સગો નાનો ભાઈ જ શારીરિક સંબંધો બાંધતો હતો.

સગીરાએ એમ કહ્યું કે, આ દુષકામ તેના નાનાભાઈનું છે. ત્યારે  પરિવાર પર જાણે વજ્રઘાત થયો હોય તેવો માહોલ થઈ ગયો હતો.  પોલીસે તેના નાનાભાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ગનો દાખલ કરી બાળાએ જન્મ આપેલા બાળકના ડીએનએ રિપોર્ટ માટે તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ નખત્રાણા પીઆઈ રાઠોડ ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.