Not Set/ બીટકોઈન પ્રકરણમાં ભાંડો ફોડનાર નિશા ગોંડલીયા પર ફાયરીંગ કરાયું

બીટકોઈન પ્રકરણમાં જામનગરના હત્યાના કેસના આરોપીની સંડોવણી અને દુબઈમાં પોલીસ ફરિયાદ અંગે ચોંકાવનારા ખુલાસા કરનાર જામનગરની નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે જામનગરમાં નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ખંભાળિયાના આરાધના ધામ નજીક નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ ગંભીર હાલતમાં નિશા […]

Top Stories Gujarat Others
Untitled 101 બીટકોઈન પ્રકરણમાં ભાંડો ફોડનાર નિશા ગોંડલીયા પર ફાયરીંગ કરાયું

બીટકોઈન પ્રકરણમાં જામનગરના હત્યાના કેસના આરોપીની સંડોવણી અને દુબઈમાં પોલીસ ફરિયાદ અંગે ચોંકાવનારા ખુલાસા કરનાર જામનગરની નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે જામનગરમાં નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ખંભાળિયાના આરાધના ધામ નજીક નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. કાર પર 2 રાઉન્ડ ફાયરિંગ ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. નિશાના કહેવા મુજબ, ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.

WhatsApp Image 2019 11 29 at 4.04.22 PM બીટકોઈન પ્રકરણમાં ભાંડો ફોડનાર નિશા ગોંડલીયા પર ફાયરીંગ કરાયું

નિશા ગોંડલિયાએ બીટ કોઈન કૌભાંડનો ખુલાસો કર્યો હતો. નિશાએ બીટ કોઇન અને ભુમાફિયા જયેશ પટેલ અંગે ખુલાસાથી ચર્ચામાં આવી હતી.નિશાએ જયેશ પટેલ સામે જાનથી મારી નાખવાના આરોપો મૂકી પોલીસને ફરિયાદ પણ કરી હતી.

નિશાએ જામનગરના સીટી બી ડીવીઝનમં જયેશ પટેલ સામે નેટ ફોન દ્વારા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.